ભુજમાં હિન્દુ યુવા સંગઠને રેલી યોજી કલેકટરને આવેદન પત્ર આપ્યો
ભુજ : કચ્છમાં હિન્દુ સમાજ અને હિન્દુ અગ્રણીઓને ટાર્ગેટ કરી અને થયેલ હુમલા તેમજ સ્મશાનમાં તોડફોડની ઘટનાઓના વિરોધમાં આજે હિન્દુ સંગઠનો દ્વારા રેલી યોજાઈ હતી. માંડવીના હિન્દુ યુવા સંગઠન પ્રમુખ રઘુવિરસિંહ જાડેજાની ઓફીસ પર હુમલો કરવાની કોશિશ કરનાર તત્વો વિરુધ્ધ કાયદેસર કાર્યવાહી ઈરવા તેમજ તેના વિરૂદ્ધ થયેલા કેસો ખેંચવા માંગ કરાઈ હતી. ભુજમાં હિન્દુ સંગઠનના આગેવાનો અને કાર્યકરોએ જ્યુબિલી ગ્રાઉન્ડ થી કલેકટર કચેરી રેલી સ્વરૂપ પહોંચી અને વિવિધ માંગો સાથે આવેદનપત્ર આપ્યું હતું. જેમા હિન્દુ ધાર્મિક સ્થળો અને હિન્દુ આગેવાનોની સુરક્ષા, ગૌ હત્યા ડામવા કડક કાર્યવાહી, ગૌચર જમીન પરથી દબાણ હટાવવા, હિન્દુ યુવતીઓના કરાવતા ધર્મ પરિવર્તન રોકવા, કચ્છમાં ગેરકાયદેસર બાંગલાદેશીઓને પકડવા વગેરે બાબતે આવેદનપત્ર આપી રજૂઆત કરાઇ હતી.