સોશ્યલ મીડિયામાં ધણીમાતંગ દેવ વિશે અભદ્ર ટીપ્પણીના વિરોધમાં માધાપરમાં દલિતોએ કર્યો ચક્કાજામ

1,083

માધાપર : મહેશ્વરી સમાજના ધણીમાંતગ દેવ અને બાબાસાહેબ આંબેડકર વિશે હિન કક્ષાના શબ્દ પ્રયોગ કરી ફેસબુક પર અભદ્ર લખાણ લખાતા કાલથી જ દલિત સમાજ દ્વારા કચ્છમાં ઠેર-ઠેર વિરોધ પ્રદર્શન કરી રસ્તા ચક્કાજામ જામ થઇ રહયા છે. કાલે ગાંધીધામમાં દલિત સમાજના વિરોધ પ્રદર્શને ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું. ગાંધીધામમાં પરિસ્થિતિ પર કાબુ મેળવવા પોલીસને ટીયર ગેસ છોડવાની ફરજ પડી હતી જેમા પોલીસ કર્મીઓ પણ ઘાયલ થયા હતા. તેમજ રાત્રે નખત્રાણા-ભુજ હાઇવે પર ટાયરો સળગાવી રસ્તાઓ પર ચક્કાજામ જામ કરવામાં આવ્યું હતું. આજે સવારે માધાપર પોલીસ ચોકી પાસે આવેલ સર્કલ પર દલિત યુવાનો દ્વારા ચક્કાજામ કરી આરોપીની ધરપકડ કરી કડક કાર્યવાહી કરવા માંગ કરવામાં આવી હતી.

Get real time updates directly on you device, subscribe now.