‘મન કી બાત’ માં પયગમ્બર સાહેબના ઉપદેશ આપતા નરેન્દ્ર મોદી પયગમ્બર સાહેબ ની શરીઅતથી છેડછાડ બંદ કરે

1,768

ગાંધીધામ : નરેન્દ્ર મોદી વડાપ્રધાન થયા ત્યારથી ‘મન કી બાત’ કાર્યક્રમ આવે છે. આ કાર્યક્રમ બાબતે કોંગ્રેસ પ્રદેશ મંત્રી હાજી જુમા રાયમાએ જણાવ્યું છે કે આ કાર્યક્રમથી પ્રધાનમંત્રી લોકોને ગુમરાહ કરી રહ્યા છે. ખરેખર પ્રધાનમંત્રીએ પ્રજાની મન કી બાત સાંભળવી જોઇએ પણ પ્રધાનમંત્રીનો આ કાર્યક્રમ ‘કહેતા ભી દિવાના સુનતા બી દિવાના’ કહેવતને સાર્થક કરે છે. રવિવારે મન કી બાતના એપિસોડમાં વડાપ્રધાન નરેંન્દ્ર મોદીએ પયગંબર મોહમ્મદ સાહેબના ઉપદેશની વાત કરી હતી.

પણ આ વાત સાર્થક ત્યારે થઈ ગણાય જયારે તેઓ પયગંબર સાહેબની સરીયતથી ખીલવાડ કરવાનું બંધ કરશે. ફકત ઉપદેશ આપવાથી મુસ્લિમોના દિલ જીતી ન શકાય. જે શરીયતને બચાવવા પયગંબર સાહેબના પરિવારના નાના બાળકો સહિત 72 જણાએ કરબલામાં કુરબાની આપી તે સરીયત નરેન્દ્ર મોદી સરકાર બદલી રહી છે. માટે આવનારા સમયમાં ‘મન કી બાત’ માં નરેન્દ્ર મોદી મુસ્લિમોના મનની વાત સાંભળે અને પયગંબર સાહેબની સરીયત સાથે ચેડા કરવાનું બંધ કરે તેવું હાજી જુમા રાયમાએ જણાવ્યું છે.

Get real time updates directly on you device, subscribe now.