કચ્છના પૂર્વ Dy. SP હાલે અમદાવાદ IB ના SP તરિકે કાર્યરત મનોજ નિનામાને ભુજ કોર્ટે 1 વર્ષની સજા ફટકારી

2,090

ભુજ : કચ્છમાં ડીવાય એસ.પી તરિકે ફરજ બજાવી ગયેલ અને હાલ અમદાવાદ ઇન્ટેલીજન્ટ બ્યુરોના એસ.પી તરિકે કાર્યરત મનોજ નિનામાને ભુજ કોર્ટે 1 વર્ષની સજા 1000 દંડ અને 10000 ફરિયાદીને ચુકવણુ કરવા હુકમ કર્યો છે. આ કેસમાં ભુજના ફરિયાદી મોહમ્મદ ઇસ્માઇલ સમાએ નામદાર કોર્ટ સમક્ષ ફરિયાદ કરી હતી કે તેઓ જમીન બાબતે વાંધો ઉઠાવ્યો હતો તે વાંધો પરત ખેંચી લેવા મનોજ નિનામાએ તેમને પોલીસ સ્ટેશને બોલાવી માર માર્યો હતો જે બાબતે તપાસ કરાવી ફરિયાદીના મેડીકલ ટેસ્ટ તેમજ સાહેદોના નિવેદન અને તમામ પુરાવાને ધ્યાને લઈ નામદાર કોર્ટે આરોપી મનોજ નિનામાને આઈ.પી.સી 323 મુજબ કસુરવાર ઠેરવતો ચુકાદો આપ્યો છે. જેમાં 1 વર્ષની સજા, 1000 રૂ. દંડ તેમજ ફરિયાદીને ખર્ચ પેટે 10000 રૂ. ચૂકવવાનો આદેશ આપ્યો છે.

Get real time updates directly on you device, subscribe now.