અસામાજિક તત્વોએ દરગાહ બાદ હવે રાજગોર સમાજના સ્મશાનમાં દેવી દેવતાઓની મૂર્તિઓની તોડફોડ કરી

1,314

ભુજ : છેલ્લા ચાર મહિનામાં છ દરગાહોને નુકશાન પહોંચાડવાના બનાવની સાહી હજી સુકાણી નથી તેના વચ્ચે અસામાજિક તત્વો દ્વારા આજે ભુજમાં સરપટ નાકા બહાર આવેલ રાજગોર સમાજના સ્મશાનમાં દેવી દેવતાઓની મુર્તીઓ તોડી અને હિન કૃત્ય આચરવામાં આવ્યું છે. આજે બપોરના સમયે સોશયલ મીડિયા પર આ બનાવના ફોટોગ્રાફ વાયરલ થયા છે અને આ ઘટના પ્રકાશમાં આવી છે.

ઘટનાની જાણ થતા પોલીસ કાફલો ઘટના સ્થળ પર દોડી આવ્યો હતો અને આ બનાવ અંગે જીણવટ ભરી તપાસ હાથ ધરી છે. હિન્દુ દેવી દેવતાઓની મુર્તીઓ તુટવાની ઘટના બનતા લોકોમાં રોષ ફેલાયો છે. ઉલ્લેખનીય છે કે દરગાહોની તોડફોડના આરોપીઓ હજી સુધી પકડાયા નથી ત્યારે આ મુર્તીઓ તોડવાની ઘટના બનતા આ સમગ્ર ઘટનાઓને અંજામ આપનારા અસામાજિક તત્વોને પોલીસ વહેલી તકે ઝડપી પાડે જેથી ભવિષ્યમાં આવા બનાવ ન બને તેવી માંગ ઉઠી રહી છે.

Get real time updates directly on you device, subscribe now.