ધર્મ સ્થાનોને નુકશાન પહોંચાડતા તત્વોને પોલીસ ત્વરીત પકડી અને પોતાની શાંખ બચાવે : જુમા રાયમા

2,025

ગાંધીધામ : ભુજમાં રાજગોર સમાજના સ્મશાનમાં હિન્દુ દેવી દેવતાઓની મુર્તીઓ તોડવાની ઘટનાને મુસ્લિમ અગ્રણી અને પ્રદેશ કોંગ્રેસ મંત્રી જુમ્મા રાયમાંએ વખોડી છે. જુમ્મા રાયમાએ જણાવ્યું છે કે છેલ્લા 6 મહિનામાં કચ્છ જિલ્લામાં વિવિધ સમાજના ધાર્મિક સ્થળોની તોડફોડ અને આગજનીના બનાવો બન્યા છે. આ ઘટનાઓને અંજામ આપનાર અસામાજિક તત્વોને પોલીસનો ડર રહ્યો નથી. કચ્છમાં 6 દરગાહની તોડફોડ, આગજની તેમજ ભુજમાં શિવ મંદિરમાં તોડફોડની ઘટના બની છે. આજે વધુ એક ઘટના ભુજમાં રાજગોર સમાજના સ્મશાનમાં દેવી દેવતાઓની મુર્તીઓ તોડવાની બનતા સમગ્ર કચ્છની શાંતિપ્રીય પ્રજાની લાગણી સાથે ખીલવાડ થયો છે.

આવા તત્વોને પોલીસ તાત્કાલિક પકડી અને પોતાની શાંખ બચાવે અને પ્રજાનો વિશ્વાસ કાયમ કરે તે જરૂરી છે. હિન્દુ દેવી દેવતાઓની મુર્તીઓ તોડવાની ઘટનાથી સમગ્ર હિન્દુ સમાજની લાગણી દુભાઇ છે. મુસ્લિમ સમાજ પણ હિન્દુ સમાજની લાગણી સાથે છે અને તાત્કાલિક આરોપીઓ પકડાય તેવી મુસ્લિમ સમાજની માંગ છે તેવું જુમ્મા રાયમાએ અખબારી યાદીમાં જણાવ્યું છે.

Get real time updates directly on you device, subscribe now.