ભર ઉનાળે ચોમાસું : ભુજમાં કમોસમી વરસાદ સાથે પડયા બરફના કરા

1,231

ભુજ : આજે અચાનક ભુજમાં વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે. ભુજ અને માધાપરના આસપાસના વિસ્તારમાં સાડાચાર વાગ્યાના સમયે અચાનક વાદળ છવાઈ જતા ભર ઉનાળે ચોમાસું જેવો માહોલ સર્જાયો હતો અચાનક જ કમોસમી વરસાદ શરૂ થવા સાથે બરફના કરા પણ પડયા હતા. ત્યારે કચ્છમાં ભર ઉનાળે ચોમાસાનું માહોલ જામ્યું હતું. અચાનક આવો માહોલ છવાતા લોકોમાં આશ્ચર્ય ફેલાયું હતું. જોકે છેલ્લા બે ત્રણ દિવસ થી કચ્છમાં ખાવડા, નિરોણા વગેરે જગ્યાએ કમોસમી વરસાદી ઝાપટા પડયા છે ત્યારે આજે જિલ્લા મથક પણ તેની અસર જોવા મળી હતી.

 

Get real time updates directly on you device, subscribe now.