પશ્ચિમ કચ્છ LCB એ અબડાસાના ખાનાય ગામની સીમમાંથી ઇંગ્લીશ દારૂનો જથ્થો પકડયો

455

અબડાસા : પશ્ચિમ કચ્છ જિલ્લાના પોલીસ વડા એમ.એસ.ભરાડાની સુચનાથી અને એલ.સી.બી., ભુજના પોલીસ ઇન્સ્પેકટર જે.એન. પંચાલના માર્ગદર્શન મુજબ પોલીસ સબ ઇન્સ્પેકટર એસ.જે.રાણા આગેવાની હેઠળ ગત રાત્રીના એટલે કે, તા.૧૨/૦૪/૦૮ ના એલ.સી.બી. સ્ટાફના માણસો અબડાસા વિસ્તારના નલીયા પોલીસ સ્ટેશન વિસ્તારમાં નાઇટ રાઉન્ડમાં હતા તે દરમ્યાન ચોક્કસ બાતમી મળેલ કે, ખાનાય ગામની સીમમાં આવેલ સોઢા કેમ્પની બાજુમાં ખારો છેલ્લો નદીના પટમાં ઇંગ્લીશ દારૂનો જથ્થો રાખેલ છે,

જેથી તુરત જ વર્કઆઉટ કરી બાતમી વાળી જગ્યાએ પહોંચી જોતાં વિદેશી દારૂની અલગ-અલગ બ્રાન્ડની બોટલો નંગ-૪૩૨ કિંમત રૂા. ૧,૫૧,૨૦૦/- તથા ૧૮૦ એમ.એલ.ની બોટલો નંગ-૨૪૦ કિંમત રૂા. ૨૪,૦૦૦/- એમ કુલે રૂા.૧,૭૫,૨૦૦/- નો પ્રોહી. મુદ્દામાલ જે વેચાણ અર્થે રાખેલ હતો તે કબજે કરેલ છે. આ ગુનામાં સંડોવાયેલ આરોપીઓ રાસુભા તગજી સોઢા, જીતુભા ઉર્ફે જીતીયો મંગલસિંહ સોઢા હાજર મળી આવેલ નહીં. આ કામે નલીયા પો.સ્ટે. ખાતે હાજર નહીં મળી આવેલ બંન્ને આરોપીઓ વિરૂધ્ધ કાયદેસરની ફરીયાદ દાખલ કરી એલ.સી.બી. એ આગળની તપાસ તજવીજ હાથ ધરેલ છે.

Get real time updates directly on you device, subscribe now.