માનકુવા પોલીસે કેરા ગામેથી ઇંગ્લીશ દારૂનો જથ્થો પકડયો

685

માનકુવા : પશ્ચિમ કચ્છ પોલીસ અધિક્ષકની સુચનાથી માનકુવા પોલીસ સ્ટેશનના ઇન્સપેક્ટર ચંપાવત સાહેબના માર્ગદર્શન હેઠળ માનકુવા પોલીસ સ્ટાફ નાઇટ પેટ્રોલીંગ દરમ્યાન કેરા ગામે જીઇબી નજીક આવેલ ફકીરવાસ બાવળની ઝાડીમાં રેઇડ કરી આરોપી વિરેન્દ્રસિંહ ઉર્ફે વીરો મયુરસિંહ જાડેજા અને ગરિરાજસિંહ ઉર્ફે ગીલ્લો દેવેન્દ્રસિંહ જાડેજા બંને રહે. કેરા વાળાના કબજામાંથી ઇંગ્લીશ દારૂની બોટલો નંગ 36 કીમત 12600નું મુદામાલ કબજે કરેલ છે. બંને આરોપીઓ વિરુધ્ધ માનકુવા પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધી આગળની તપાસ હાથ ધરાઈ છે. રેઇડ દરમ્યાન આરોપીઓ નાશી છુટયા હતા જેને પકડવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે.

Get real time updates directly on you device, subscribe now.