ભારત બાંગલાદેશ વચ્ચે રમાઇ રહેલ 20-20 મેચ પર સટ્ટો રમાડતા બે શખ્સ ભુજમાંથી પકડાયા

823

ભુજ : પશ્ચિમ કચ્છ પોલીસ અધિક્ષક એમ. એસ. ભરાડા અને નાયબ પોલીસ અધિક્ષક ભુજની સુચના અને માર્ગદર્શન થી દારૂ જુગારની બદી અટકાવવા ભુજ બી ડિવિઝન PI જે.એમ આલ સાથેના સ્ટાફે પેટ્રોલીંગ દરમ્યાન મળેલ બાતમીના આધારે ભુજ લખુરાઇ ચાર રસ્તે આવેલ નરેશ ફલોરમીલ પાછળ ભારત બાંગ્લાદેશ વચ્ચે રમાઇ રહેલ 20-20 મેચ પર સટ્ટો રમાડી રહેલ હિતેન્દ્ર ઉર્ફે હિતેશ બાબુલાલ ઠકકર રહે. રઘુવંશી નગર ભુજ, વિનોદ ધીરજલાલ ઠકકર રહે સહયોગ નગર ભુજને ઝડપી પાડયા હતા. આરોપી પાસેથી રોકડ રૂ. 6500, 4 મોબાઇલ ફોન કીમત રૂ.2500, એક ટીવી રૂ. 9000, 2 મોટર સાયકલ રૂ. 35000, અને અન્ય 700 રૂ.ના મુદામાલ સહિત કુલ્લ 53700 રૂ.ના મુદામાલ કબ્જે કરી આગળની તપાસ હાથ ધરી છે.

Get real time updates directly on you device, subscribe now.