ફોરવ્હીલ માંથી રોકડ રૂ. 2 લાખ ભરેલ બેગ અજાણ્યો યુવક ચોરી કરી ફરાર

446

ભુજ : માધાપર નવાવાસના રહેવાસી શક્તિદાન રતનદાન ગઢવીની એક અજાણ્યા યુવકે ફોરવ્હીલમાં રહેલી બેગ ચોરી કરી હોવાની ફરિયાદ ભુજ બી ડિવિઝન પોલીસ મથકે નોંધાઇ છે. નોંધાયેલ ફરિયાદ મુજબ તા. 9 મીએ બપોરે 12:45 ના અરસામાં શક્તિદાન રતનદાન ગઢવીની જી.ઇ.બી રોડ ભુજ પાસે પાર્ક કરે ફોરવ્હીલ કારમાં રાખેલ બેગ એક અજાણ્યા યુવકે નજર ચુકવીને ચોરી કરી ફરાર થઇ ગયેલ છે. આ બેગમાં રૂ. 2 લાખ રોકડા સાથે બેંકના અને અન્ય અગત્યના ડોકયુમેન્ટ હોવાનું ફરિયાદમાં નોંધાયું છે. આ અજાણ્યા યુવક વિરુદ્ધ ચોરીનો ગુનો નોંધી બી ડિવિઝન પોલીસે આગળની તપાસ હાથ ધરેલ છે.

Get real time updates directly on you device, subscribe now.