મોથારા ગામે નુરમામદ પીરની દરગાહને અસામાજિક તત્વોએ નુકશાન પહોંચાડયો

4,375

અબડાસા : તાલુકાના મોથારા ગામે આવેલ નુરમામદ શા (મોરાણપીર) પીરની દરગાહને અમુક અસામાજિક તત્વોએ નુકશાન પહોંચાડવાની કોશિશ કરેલ હોવાનો બનાવ પ્રકાશમાં આવ્યો છે. અબડાસા મુસ્લિમ સમાજ અગ્રણી સાલેમામદ પઢીયારે વોઇસ ઓફ કચ્છ સાથે વાત કરતા જણાવ્યું કે દરગાહ પર અજાણ્યા અસામાજિક તત્વોએ સાધનો વડે તોડફોડ કરવાની કોશીસ કરી છે

તેમજ દિવાલો પર અભદ્ર ભાષા નો ઉપયોગ કરી ગાળો લખી ગયા છે. વધારેમાં દરગાહની ચાદર તથા કીતાબોને આગ ચાંપી મુસ્લિમોની ધાર્મિક લાગણી દુભાવવાનો તેમજ માહોલ બગાળવા આ કૃત્ય આચરેલ છે. જોકે પોલીસ કાફલો ઘટના સ્થળે હાજર છે અને આગળની કાયકીય પ્રક્રિયા હાથ ધરી હોવાનું સાલેમામદ પઢીયારે જણાવેલ છે.

Get real time updates directly on you device, subscribe now.