માધાપર બારલા મંદિર પાર્ટી પ્લોટ પાસે અકસ્માત : એકનુ મૃત્યુ

1,417

માધાપર : આજે બપોરે 1 વાગ્યાના સમયે સાલેમામદ સુલેમાન લુહાર (ઉ.વ 35), સબાનાબાનુ સાલેમામદ લુહાર (ઉ.વ 33) રહે ધાણેટી વાળા બંને પતિ- પત્ની ભુજથી ધાણેટી જઇ રહયા હતા તે દરમ્યાન માધાપર મિસ્ત્રી સમાજના હાઇવે પર આવેલ બારલા મંદિર પાર્ટી પ્લોટ પાસે તેમની બાઇકને ગાય આડે આવતા ગાયને બચાવવા જતા બાઇક પાર્ટી પ્લોટની દિવાલ સાથે ભટકાઈ જતા અકસ્માત સર્જાયો હતો. જેમાં સાલેમામદ સુલેમાન લુહાર ને ગંભીર ઇજાઓ થતા તેનું મૃત્યુ થયું હતું જયારે તેની પત્નીને ઇજાઓ થતા સારવાર અર્થે જનરલ હોસ્પિટલમાં એડમીટ કરાયા હોવાની પ્રાથમીક માહિતી મળેલ છે.

Get real time updates directly on you device, subscribe now.