ભુજપુરમાં અજાણ્યા શખ્સોએ ધણીમાંતગ દેવ અને બાબાસાહેબ આંબેડકરના ફોટા વાળા પોસ્ટરો બાળી નાખતા થયો વિવાદ

1,829

મુન્દ્રા : મહેશ્વરી સમાજના ધણીમાંતગ દેવની જન્મ જયંતિ આગામી 3 અને 4 તારીખના ઉજવણીના ભાગરૂપે મુન્દ્રામાં મહેશ્વરી સમાજ દ્વારા ઠેર-ઠેર શુભેચ્છાના બેનર લગાડવામાં આવ્યા છે. જેમા ભુજપર બસ સ્ટેશન સામે નવી બનેલી બિલ્ડીંગ પર બાબાસાહેબ આંબેડકર અને ધણીમાંતગ દેવના ફોટો વાળો એક બેનર લગાડવામાં આવ્યો હતો જે બેનરને અજાણ્યા ઈસમોએ બાળી નાખતા દલિત સમાજમાં રોષ ફેલાતા રસ્તા લોકો રસ્તા પર ઉતરી આવ્યા હતા. જોકે ઘટના સ્થળે પોલીસ કાફલો પહોંચી આવતા પોલીસે કાર્યવાહીની ખાતરી આપી ઘટનાની તપાસ શરૂ કરી દીધી છે. હાલ આ મામલાને પોલીસે સતર્કતા વાપરી થાળે પાડી દીધો છે.

Get real time updates directly on you device, subscribe now.