મતદાર યાદી સુધારણા કાર્યક્રમમાં તંત્રની બેદરકારી : નાગરિકોને વેઠવી પડે છે મુશ્કેલી

452

ભુજ : ચુંટણી પંચ દ્વારા અવાર-નવાર મતદાર યાદી સુધારણા કાર્યક્રમ અપાતો હોય છે. જેમાં 18 વર્ષ પૂર્ણ કરેલ નાગરિકો મતદાર યાદીમાં નામ દાખલ કરાવી શકે છે. તેમજ નામ કમી કરાવવા, ભુલ સુધારવા, સરનામુ બદલવા જેવી મતદાર યાદીને લગતી અનેક પ્રક્રિયાઓ આ કાર્યક્રમ અંતર્ગત હાથ ધરવામાં આવે છે. લોકોની સગવડતા માટે રવિવારે જે તે વિસ્તારના મતદાન બુથ પર પણ આ કામગીરી કરવામાં આવે છે. કચ્‍છમાં આ કામગીરીમાં તંત્રની બેદરકારીના કારણે લોકોને અસુવિધા ઉભી થઈ છે. ગણા કિસ્સામાં લોકો દ્વારા નામ દાખલ કરાવવા, સુધારા કરાવવા કે કમી કરાવવા સતત ત્રણ- ત્રણ વખત ફોર્મ ભર્યા છતા હજી પણ સુધારા કે નામ દાખલ થયા નથી

તો અમુક કિસ્સામાં નામો ફકત ગ્રામ પંચાયતની ચુંટણીઓની યાદીમાં હોય છે અને બીજી ચુંટણીઓની યાદીમાં નામ આવતા નથી તેવી પરિસ્થિતિ નામો સુધારવામાં છે કેટલાય નામો જે વિધાનસભા ચૂંટણી પહેલા આવેલ ગ્રામ પંચાયતની ચૂંટણીમાં સુધરી ગયેલ અને પછી વિધાનસભા ચૂંટણીમાં ફરી એજ જુના નામો જોવા મળ્યા છે. આ બાબતે BLO નું કહેવું છે કે અમે તો ત્યાં ડોકયુમેન્ટ જમા કરાવી દઇએં છીએ. ત્યારે સમગ્ર પ્રક્રિયામાં તંત્રની બેદરકારી જવાબદાર હોવાનું લોકોમાં ચર્ચાઈ રહ્યું છે માટે તંત્રએ સતર્ક થઈ લોકોની અસુવિધા દુર કરવા કામગીરીને સચોટ બનાવવી જોઈએ તેવી લોક માંગ ઉઠી રહી છે.

Get real time updates directly on you device, subscribe now.