કાસમ નોતિયારનું એન્કાઉન્ટર થવાની શકયતા હોવાના મેસેજ વાયરલ

4,733

ભુજ : પોતાનાં બનેવીની હત્યા કરનાર અપરાધી કાસમ મામદ નોતિયાર , જેલમાંથી પેરોલ ઉપર છૂટ્યો હતો , અને છૂટયા બાદ પરત જેલ ના ફરતાં પોલીસ એને ૧૧ દિવસ પહેલાં પકડવા ગઈ ત્યારે કાસમ નોતિયાર ૩ પોલીસ કર્મચારીઓ ઉપર હુમલો કર્યો હતો તેમજ કાસમને પકડવા પેટ્રોલીંગ દરમ્યાન બીજી વખત પોલીસ પર હુમલો કરતા આરોપી ખુંખાર સાબીત થયો છે તયારે આજે કાસમને પોલીસે પકડવા સર્ચ ઓપરેશન હાથ ધર્યો છે અને આરોપી હાથવેંતમાં હોવાનુ સૂત્રોમાંથી જાણવા મળેલ છે. ત્યારે આ ઘટના ક્રમ દરમ્યાન તેનો એન્કાઉન્ટર થવાની શકયતા હોવાના મેસેજ વાયરલ થયા છે.

સકીલ સમા નામના ફેસબુક યુઝર્સે પોતાના વોલ પર સવાલો ઉઠાવતા લખ્યું છે શું પોલીસ એન્કાઉન્ટરની ફિરાકમા તો નથી ને ? પોલીસ આરોપીને પકડવાને બદલે એન્કાઉન્ટરને તો મહત્વ નથી આપી રહી ને ? પોલીસ પર હુમલો કરનારને કડકમાં કડક સજા કોર્ટ મારફતે થવી જોઈએ જેના હું સમર્થનમાં છું. મારા ઉભા કરેલ સવાલો સાચા પડે તો નવાઈ નહીં આ પ્રકારના અનેક મેસેજો એન્કાઉન્ટરની શકયતાના વાયરલ થયા છે જોકે આ આરોપીને કડકમાં કડક સજા થવી જોઈએ તેવું આમ જનતામાથી અવાજ ઉઠી રહ્યો છે.

Get real time updates directly on you device, subscribe now.