મુસ્લિમ સમાજના રોષ સામે માંડવી પોલીસ ઝુકી, યુનેન ચાકીના અન્ય હત્યારા પકડવા ખાતરી

1,783

માંડવી : માંડવી શહેર મુસ્લિમ યુવકની હત્યા બાદ પોલીસે પકડેલા આરોપી અને મદદગારો સહિત ત્રણની ધરપકડ કરી હતી. પરંતુ પોલીસની તપાસ થિયરી શંકાસ્પદ જણાતા યુનેન ચાકી નામના યુવાનની પૂર્વ આયોજન સાથે ઠંડા કોલેજે હત્યા કરાઈ હોવાના આક્ષેપ સાથે તેના પરિવારજનો અને માંડવી મુસ્લિમ સમાજ અને પોલીસ વચ્ચે માહોલ તંગ બન્યો હતો. રોષે ભરાયેલા મુસ્લિમ સમાજના લોકોએ પોલીસ સ્ટેશનનો ઘેરાવ કરતાં પશ્ચિમ કચ્છ એસ.પી એ વધુ પોલીસ ટુકડી માંડવી તરફ રવાના કરી હતી અને છેવટે લોકોનો રોષ પારખી પોલીસે યુનેનની હત્યા સમયે મોજુદ અન્ય લોકોની ધરપકડની ખાતરી આપી છે.

યુનેનની હત્યા બાદ થયેલી પોલીસ કાર્યવાહીએ અનેક ભેદ ભરમ સર્જાયા હતાં કારણકે ઘરમાં હત્યા થઈ હોવા છતાં ઘરના માત્ર એક સભ્ય અને બે બહારની વ્યકિતને મદદગારીના આરોપમાં પોલીસે ધરપકડ કરી પ્રેમ પ્રકરણમાં હત્યા થઈ હોવાનું જણાવ્યું હતું. હત્યા સમયે યુનેનની કથિત પ્રેમિકા અને તેની માતા હાજર હોવાના આક્ષેપ સાથે તેમની ધરપકડની માંગ કરવામાં આવી હતી. જે પોલીસે સ્વીકારી લીધી છે, પરંતુ મહિલાઓની ધરપકડ રાત્રીના થઈ શકે તેમ ન હોવાથી સવારના ધરપકડની ખાતરી અપાઈ હતી, પરંતુ મૃતક યુનેન ચાકીની દફનવિધિ મુદે પરિવારજનો અને મુસ્લિમ સમાજના આગેવાનો વચ્ચે હજુ પણ અસમંજસ યથાવત હોવાનું જાણવા મળી રહ્યું છે.

Get real time updates directly on you device, subscribe now.