લાંબા સમય સુધી ચૂપ રહ્યા બાદ ભુજ-ભચાઉ રોડ મુદે કોંગ્રેસનુ આંદોલન..!

499

ભુજ : ભુજ-ભચાઉ રોડનું કામ લાંબા સમયથી બંધ પડેલું હોવાથી વાહન ચાલકોને ભારે તકલીફનો સામનો કરવો પડી રહ્યો છે. હાઇવે રોડના આ મહત્વકાંક્ષી પ્રોજેક્ટ અંગે રાજ્ય સરકાર મનમાની પૂર્વક કામ કરતી રહી અને છેલ્લે લાંબા સમયથી રોડનું કામ બંધ હોવા છતાં વિપક્ષ કોંગ્રેસ આ મુદે આક્રમકતા દેખાડી નથી.

વિધાનસભા ચુંટણી બાદ નવી રચાયેલી સરકારે ભુજ-ભચાઉ રોડના કામને લીલીઝંડી આપતા જ વિપક્ષ જાણે સફાળું જાગ્યું હોય તેમ ભુજોડી ખાતે રોડ પર સૂત્રોચ્ચાર કરીને કામ ઝડપી કરવા માંગણી કરી હતી. લાંબા સમયથી સુષુપ્ત રહેલું વિપક્ષ કચ્છમાં ધીમે ધીમે લોક પ્રશ્નો મુદે સક્રિય થઈ રહ્યું છે. પરંતુ પહેલેથી જ આવા પ્રશ્નોને વાચા આપવા કોંગ્રેસે કમર કસી હોત તો વિધાનસભાના પરિણામો વધુ સારા આવત તેવી ટકોર જાગૃત પ્રજામાંથી કરવામાં આવી રહી છે.

Get real time updates directly on you device, subscribe now.