યુનેન ચાકી હત્યા પ્રકરણ : પ્રેમિકા જયશ્રી અને તેની માતા બુટલેગર કાનબાઇની ધરપકડ

4,300

માંડવી : શહેરમાં યુનેન ચાકી નામના મુસ્લિમ યુવાનની હત્યા પ્રકરણમાં તેની કહેવાતી પ્રેમીકા અને માતાની ધરપકડ થતાં પ્રકરણમાં નવો વળાંક આવ્યો છે. એક જણાએ છરીના ઘા મારી હત્યા નિપજાવ્યા બાદ બે જણાની મદદથી લાશ સગેવગે કરવાની થિયરી પર પોલીસ તપાસ ચાલી રહી હતી તેવામાં માંડવીના મુસ્લિમ સમાજના લોકોએ પોલીસ સ્ટેશનનો ઘેરાવ કરી હલ્લાબોલ કર્યો હતો અને હત્યા સમયે ઘરમાં રહેલ જયશ્રી અને કાનબાઇની ધરપકડ ન થાય ત્યાં સુધી લાશ સ્વીકારવાનો ઇન્કાર કરતાં પોલીસે યોગ્ય તપાસની ખાતરી આપી હતી. દરમ્યાન આજે યુનેનની હત્યા સમયે ઘરમાં રહેલી તેની કથિત પ્રેમિકા જયશ્રી અને માતા કાનબાઇની પણ વિધિવત ધરપકડ કરવા ઉપરાંત અગાઉ પકડાયેલા ત્રણ આરોપીઓના ચાર દિવસના રિમાન્ડ મંજૂર કરાવતા આ પ્રકરણમાં આગામી સમયમાં રહસ્ય પરથી પડદો ઉંચકાય તેવી શક્યતા છે.

યુનેનની હત્યા સમયે ઘરમાં રહેલી તેની કથિત પ્રેમિકા જયશ્રીને હત્યાની જાણ સુધ્ધા ન હોવાની વાત લોકોને ગળે ઉતરી રહી ન હતી. વળી તેની માતા કાનબાઇ બુટલેગર હોવાનું સૂત્રોમાંથી જાણવા મળી રહ્યું છે. તેથી યુનેનની હત્યા ખરેખર પ્રેમ પ્રકરણના લીધે થઇ કે અન્ય કોઈ ષડયંત્ર હતું ? તે પ્રશ્ન ઉભો થતા મુસ્લિમ સમાજના લોકોએ માંડવી પોલીસ સમક્ષ ઉગ્ર દેખાવ કર્યો હતો. પશ્ચિમ કચ્છ એસ.પી, એસઓજી, એલસીબી સહિતની ટીમો ગઈ કાલે રાત્રે માંડવી ધસી ઘસી ગઈ હતી અને આ પ્રકરણની તપાસ ડીવાય એસપીની સીધી દેખરેખ હેઠળ કરવાની જાહેરાત કરવામાં આવી હતી. પોલીસ દ્વારા આ પ્રકરણમાં ઉંડી તપાસ ચાલુ છે અને કોલ ડિટેઇલ મળ્યા બાદ વધુ વિગતો સામે આવશે. આ ઉપરાંત ત્રણ આરોપીઓના રિમાન્ડ દરમ્યાન પણ કેસને લગતી મહત્વની કડીઓ સામે આવી જશે તેવું માંડવી પી.આઈ એમ.આર. ગામિત જણાવ્યું હતું.

Get real time updates directly on you device, subscribe now.