ઉમેદવારો તથા તેમના ચુંટણી એજન્ટ વિધાનસભા વાઇઝ સ્ટ્રોંગરૂમનું લાઇવ મોબાઇલ એપથી જોઇ શકશે

624

ભુજ, ગુરૂવાર : સમગ્ર રાજયની સાથો સાથ કચ્‍છ જિલ્‍લામાં વિધાનસભા સામાન્‍ય ચુંટણી-૨૦૧૭ની ૧૮મીએ યોજાનાર મતગણતરી સંદર્ભે વિધાનસભા વાઇઝ સ્‍ટ્રોંગરૂમની બહાર લગાવેલ સી.સી.ટી.વી. કેમેરા દ્વારા વિધાનસભા બેઠકના ઉમેદવારો તથા તેમના ચુંટણી એજન્‍ટ લાઇવ નિહાળી શકશે તેવું શ્રી મેહુલ જોશી નાયબ જિલ્‍લા ચુંટણી અધિકારી, ચુંટણી શાખા, જિલ્‍લા સેવાસદન દ્વારા યાદીમાં જણાવાયું છે. વધુમાં વિધાનસભા બેઠકના આર.ઓ. દ્વારા આ અંગેની મોબાઇલ એપ્‍સ, વિધાનસભા બેઠકોના ઉમેદવારો તથા તેમના ચુંટણી એજન્‍ટોને મોકલી દેવાયાનું તેમણે વધુમાં ઉમેર્યુ હતું.

Get real time updates directly on you device, subscribe now.