રાપર પોલીસે 73,550 રૂ નો દારૂનો જથ્થો પકડયો

263

રાપર : પૂર્વ કચ્છ પોલીસ અધિક્ષક ભાવના પટેલ ની સૂચનાથી અને નાયબ અધિક્ષક રાકેશ દેસાઈ ના માર્ગદર્શન હેઠળ આજ રોજ પેટ્રોલીંગ દરમ્યાન પોલીસ ઇન્સ્પેક્ટર આર. એલ. રાઠોડ ને મળેલ બાતમીના આધારે રાપર મધ્યે શીવ સેરીમાં અરવિંદસિંહ રાણુભા જાડેજા રહે . રાપર વાળાની અલ્ટો કાર નં. GJ 12 CP 0522 માંથી

ભારતીય બનાવટની પર પ્રાંતીય રોયલ સ્ટેગ, બ્લુ મુડ, ઓફીસર ચોઇસ, ઇમપેરીયલ બ્લુ તથા નેનો બ્રાન્ડની બોટલો નંગ 365 તથા રોકબર્ગ બીયર ટીન નંગ 103 તથા દેશી દારૂ લીટર 50 કુલ્લ કીમત રૂ. 73550 નો દારૂ જથ્થો તથા અલ્ટો કાર કીમત 275000 કુલ્લ મુદા માલ 348550 રૂ નો પકડી પાડેલ આરોપી કાર મુકી ને ત્યાથી નાસી છુટયો હતો. આરોપી વિરુદ્ધ પ્રોહિબીસન એકટ હેઠળ ગુના નોંધી રાપર પોલીસે ધરપકડ કરવા કાર્યવાહી હાથ ધરી છે.

Get real time updates directly on you device, subscribe now.