મતદાનના આગળના તેમજ મતદાનના દિવસે ઉમેદવારો, પક્ષોએ અખબારોમાં આપવાની જાહેરાત પ્રમાણિત કરાવવી પડશે

133

ભુજ, વિધાનસભા સામાન્‍ય ચુંટણી-૨૦૧૭ના સંદર્ભમાં પેઇડ ન્‍યુઝ, જાહેરાતોની પ્રમાણિકરણની કામગીરી માટે જિલ્‍લામાં એમસીએમસી કમિટીની રચના કરવામાં આવી છે. મતદાનના દિવસે તેમજ મતદાનના આગલા દિવસે કોઇપણ રાજકીય પક્ષ, ઉમેદવાર દ્વારા પ્રિન્‍ટ મિડીયામાં જાહેરાત આપવામાં આવે તેને એમસીએમસી કમિટી સમક્ષ પ્રમાણિત કરાવવામાં આવે તેની તકેદારી રાખવાની રહેશે. જે કિસ્‍સામાં આવી જાહેરાતો પ્રમાણિકરણ કર્યા સિવાય આપવામાં આવે તે કિસ્‍સામાં નિયમોનુસાર કાર્યવાહી ત્‍વરિત હાથ ધરવામાં આવશે તેવું સભ્‍ય સચિવશ્રી એમસીએમસી, કમિટી-ભુજ દ્વારા જણાવાયું છે.

Get real time updates directly on you device, subscribe now.