નિમાબેને કુરબઈના ગ્રામજનોને મોબાઈલ ટાવર લગાડવાનો ફરી લોલીપોપ આપ્યો

552

ભુજ : ચૂંટણી આવે એટલે નેતાઓ દ્વારા અનેક વિકાસ કામોના વચનો અપાતા હોય છે. પણ વધુ પડતા વચનો નેતા દ્વારા પુરા કરવામાં આવતા નથી. આવો જ એક વચન ભુજ વિધાનસભા બેઠક પર ભજપ તરફથી ચૂંટણી લડતા નિમાબેન આચર્યાનો પ્રકાશમાં આવ્યો છે. કુરબઈ ગામ કે જ્યાં અંદાજિત 400  થી 500 પરિવાર વસે છે.  આધુનિક ભારતમાં ટેક્નોલોજી અને સોશ્યલ મીડિયાનો રોજિંદા વ્યવહારમાં ઉપીયોગ વધ્યો છે ત્યારે આ ગામ આજે પણ મોબાઈલ ટાવર થી વંચિત છે.

નિમાબેન આચાર્યએ ૨૦૧૨માં ચૂંટણી પ્રચારમાં ભુજ મત વિસ્તારમાં આવતા ગામ કુરબઈના ગ્રામજનોને ગામમાં મોબાઈલ ટાવર 2 મહિનામાં લગાડી દેવાસે તેવો વચન આપ્યો હતો. 2 મહિનાની વાતતો દૂર રહી પણ પાંચ વર્ષ પૂર્ણ થયા છતાં આ વચન નિમાબેને પૂર્ણ કર્યો નથી. ઉલ્ટાનું  ફરી આ બેઠક પર તેઓ ચૂંટણી લડી રહ્યા છે ત્યારે પાછું આ જ વચન ગ્રામજનો ને આપ્યો છે કે હું તમારા ગામમાં મોબાઇલ ટાવર લગાડી દઈશ ત્યારે કુરબઈના જ રાયમાં રિયાઝ સાથે વાત કરતા તેઓએ જણાવ્યું કે જે વચન પાંચ વર્ષમાં પૂર્ણ ન થયો તે હવે પૂર્ણ થાય તેવું અમને લાગતું નથી અને નિમાબેનના આ વચનને રિયાઝ રાયમાએ લોલીપોપ ગણાવ્યું હતું.

Get real time updates directly on you device, subscribe now.