૯મીએ મતદાનના દિવસે શ્રમિકોને સવેતન રજા મળશે

171

ભુજ, ગુરૂવાર : આગામી તા.૯મી ડિસે.૨૦૧૭ના કચ્‍છ જિલ્‍લામાં વિધાનસભા સામાન્‍ય ચુંટણી-૨૦૧૭ માટે મતદાન યોજાનાર છે. જેથી મુંબઇ દુકાનો અને સંસ્‍થા અધિનિયમ-૧૯૪૮, કારખાના અધિનિમય-૧૯૪૮, બિલ્‍ડીંગ અને અધર કન્‍સ્‍ટ્રકશન વર્કસ એકટ-૧૯૯૬, કોન્‍ટ્રાકટર લેબર એકટ-૧૯૭૦ હેઠળ નોંધણી થયેલ સંસ્‍થા, સાઇટ પરના શ્રમયોગીઓ મતદાનના દિવસે પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકે તે માટે, તેમજ લોક પ્રતિનિધિત્‍વ ધારા-૧૯૫૧ ની કલમ ૧૩૫ (બી) મુજબ મુંબઇ દુકાનો અને સંસ્‍થા અધિનિયમ-૧૯૪૮, કારખાના અધિનિયમ-૧૯૪૮, બિલ્‍ડીંગ અધર કન્‍ટ્રકશન વર્કસ એકટ-૧૯૯૬, કોન્‍ટ્રાકટ લેબર એકટ-૧૯૭૦ હેઠળ નોંધણી થયેલ સંસ્‍થા, સાઇટ પરના શ્રમયોગીઓ મતદાનના દિવસે પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકે તે માટે સવેતન રજા આપવાની રહેશે. રાજયની વિધાનસભાની ચુંટણીઓમાં મત આપવાનો અધિકાર ધરાવતી દરેક વ્‍યકિત કોઇપણ વ્‍યાપાર, ધંધા, ઔધોગિક એકમ અથવા અન્‍ય કોઇપણ સંસ્‍થામાં નોકરી કરતા હોય તેને મતદાનના દિવસે રજા મંજુર કરવી.

આ જોગવાઇ અનુસાર રજા જાહેર કરવાને કારણે સબંધિત શ્રમયોગી, કર્મચારીઓના પગારમાંથી કોઇ કપાત કરવાની રહેશે નહીં. રજાના કારણે જો શ્રમયોગી, કર્મચારીઓના પગાર મેળવવાનો હકક ન ધરાવતો હોય તેવા સંજોગોમાં તે વ્‍યકિત રજા જાહેર ન થઇ હોય અને જે પગાર મળવાપાત્ર હોય તેટલો પગાર ચૂકવવાનો રહેશે. જે શ્રમયોગીની ગેરહાજરીથી જોખમ ઉભું થવા સંભવ હોય અથવા જે વ્‍યવસાય અને રોજગાર સાથે સંકળાયેલ હોય તે રોજગારમાં મોટા પ્રમાણમાં નુકશાન સંભવ હોય તેવા કિસ્‍સામાં અથવા સતત પ્રક્રિયાવાળા કારખાનામાં કામ કરતાં શ્રમયોગીઓ, કર્મચારીઓ તેમના મત આપવાનો અધિકારી ભોગવી શકે તે માટે તેમની ફરજ સમયમાંથી મતદાનના સમયગાળા દરમ્‍યાન ત્રણ થી ચાર કલાક મતદાન માટે સવેતન રજા આપવાની રહેશે. જો કોઇ કારખાનેદાર માલિક કે નોકરીદાતા ઉપરોકત જોગવાઇથી વિરુધ્‍ધનું વર્તન કરશે તો ઉપરોકત કાયદા હેઠળ શિક્ષાત્‍મક કાર્યવાહી હાથ ધરવામાં આવશે. મતદાનના દિવસે ઉપરોકત સબંધિત કોઇ ફરિયાદ હોય જિલ્‍લાના નોડલ અધિકારીશ્રી જે.આર.જાડેજા, મદદનીશ શ્રમ આયુકત, મો.નં.૯૭૨૭૭૬૨૧૦૫ ફોન નં.૦૨૮૩૬-૨૨૨૦૦૩ મદદનીશ શ્રમ આયુકતની કચેરી, ડી-૧૫ શકિતનગર, સુંદરપુરી બસ સ્‍ટેન્‍ડની બાજુમાં, ગાંધીધામ-કચ્‍છનો સંપર્ક સાધવા જણાવાયું છે.

Get real time updates directly on you device, subscribe now.