ગુજરાતની પ્રજાના પ્રશ્નોને વાચા આપવા શક્તિસિંહ ગોહિલને રાજ્યસભામાં મોકલવા જોઈએ : હાજી જુમ્મા રાયમાં

925

ગાંધીધામ : ગુજરાત પ્રદેશ કોંગ્રેસના મંત્રી હાજી જુમ્મા રાયમા દ્વારા રાહુલ ગાંધીને  પાત્ર લખી રજુઆત કરવામાં આવી છે. આ રજુઆતમાં પ્રદેશ મંત્રીએ રાહુલ ગાંધીને કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ  બનવા બદલ અભિનંદન પાઠવ્યા છે અને તેમના નેતૃત્વમાં આવનારા સમયમાં દેશમાં કોંગ્રેસની સરકાર બને તે માટે સૌ કોંગ્રેસી કાર્યકરો તેમના સાથે છે તેવી લાગણી વ્યક્ત કરી છે. તેમજ તાજેતરમાં યોજાયેલ ગુજરાત વિધાનસભા ની ચૂંટણીમાં કોંગ્રેસ પક્ષે સારો દેખાવ કર્યો છે જે પાર્ટીના આગેવાનો અને કાર્યકરોની મહેનતને આભારી છે. કોંગ્રેસની સરકાર ના બની પણ ભાજપના વળતા પાણી છે તે પરિણામો પર થી સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. ગુજરાતમાં રાહુલ ગાંધીના નેતૃત્વ ને પ્રજાએ સ્વીકાર્યું છે તે સાબિત થઇ ગયું છે. ચૂંટણીમાં હાર જીત તો થતી હોય છે ગુજરાતમાં કોંગ્રેસના સિનિયર આગેવાનોને હારનો સામનો કરવો પડ્યો છે. તેમાં કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા અને ગુજરાતના સિનિયર આગેવાન શક્તિસિંહ ગોહિલની હારથી ગુજરાતના તમામ આગેવાનો અને કાર્યકરો સહીત તમામ વર્ગોને આઘાત લાગ્યો છે. કોંગ્રેસ પાર્ટી સિવાયના લોકોને પણ આ હારનું મોટું દુઃખ થયું છે.

શક્તિસિંહ ગોહિલનું અવાઝ તમામ વર્ગને ન્યાય અપાવવા સતત વિધાનસભામાં ગુંજતો હતો. ગુજરાતના તમામ આગેવાનો અને પ્રજાને એવું દુઃખ થઇ રહ્યું છે કે કોઈ એક પરિવારના મોભી સમગ્ર પરિવારનું જતન કરતો હય અને તેનું અવસાન થાય જેથી પરિવાર નિરાધાર થઇ જાય તેજ રીતે શક્તિસિંહ ગોહિલની હારથી ગુજરાતની પ્રજા અને ગુજરાતના તમામ કાર્યકરો નિરાધાર થઇ ગયા છે. ત્યારે આવનારા માર્ચ મહિનામાં રાજ્ય સભાની ચૂંટણી યોજાવાની છે ત્યારે શક્તિસિંહ ગોહિલને કોંગ્રેસ પક્ષ તરફથી રાજ્યસભામાં મોકલવા જોઈએ. જેથી ગુજરાતની પ્રજાના પ્રશ્નોને કેન્દ્ર લેવલે વાચા મળે અને જે અવાઝ વિધાનસભામાં  ગુંજતો હતો તે અવાઝ રાજ્યસભામાં ગુંજે જેથી ગુજરાત કોંગ્રેસના આગેવાનોને પણ મોટું બળ મળશે અને તેનો ફાયદો આવતી લોકસભામાં ગુજરાત સાથે સમગ્ર દેશમાં પક્ષને થશે. ભાજપના ગુજરાત મોડલના અપ પ્રચારના પરપોટાને ફોડવા તેમજ ગુજરાતની જનતાના પ્રશ્નોને વાચા આપવા શક્તિસિંહ ગોહિલ એક આશાનું કિરણ છે તેવો અવાઝ ગુજરાતની પ્રજામાંથી ઉઠી રહ્યો છે ત્યારે આ આવાઝને ધ્યાને લઇ અને શક્તિસિંહ ગોહિલને આગામી સમયમાં  રાજ્યસભામાં મોલવામાં આવે તેવી રજુઆત હાજીજુમ્મા રાયમાએ રાહુલ ગાંધી સમક્ષ કરી છે.

Get real time updates directly on you device, subscribe now.