૨૮મી જાન્‍યુઆરી અને ૧૧મી માર્ચના ૦ થી ૫ વર્ષના બાળકોને પોલીયો રસીકરણ કરાશે

122

ભુજ, શુક્રવાર : આઇપીપીઆઇ ટાસ્‍ક ફોર્સ ૨૮મી જાન્‍યુઆરી અને ૧૧ માર્ચ-૨૦૧૮ના ભારત સરકારે એનઆઇડી ઉજવવાનો નકકી કરેલ છે. તે માટે ૦ થી ૫ વર્ષના બાળકોને પોલીયોની રસીથી રક્ષણ કરવામાં આવશે. કચ્‍છ જિલ્‍લામાં ૨૨ લાખની વસતીમાં ૩,૨૫,૦૦૦ બાળકો અંદાજીત છે. પ્રથમ દિવસે બુથની કામગીરી કરવામાં આવશે. ૨૫૦ ના બાળકોની સંખ્‍યા પર એક બુથનું આયોજન કરવામાં આવેલ છે. આસીડીએસ વિભાગ, શિક્ષણ વિભાગ, આરોગ્‍ય વિભાગ તેમજ લાયન્‍સ કલબ, રોટરી કલબ તરફથી પુરતો સહકાર મેળવી કામગીરી ૧૦૦ ટકા કરવામાં પ્રયાસો ચાલુમાં છે.

દરેક તાલુકા ટાસ્‍ક ફોર્સ જિલ્‍લા ટાસ્‍ક ફોર્સ થયા પછી પ્રાંત અધિકારીના અધ્‍યક્ષસ્‍થાને તાલુકા ટાસ્‍ક ફોર્સ કરવામાં આવશે. ડબલ્‍યુ એચ ઓ અને યુનીસેફ તફરથી સુપરવિઝન માટે તજજ્ઞ ડોકટરોની ટીમ, ફિલ્‍ડ સુપરવિઝન માટે મુકવામાં આવેલ છે. આપના લોકસમુદાયોના સમુહથી અને વાલીઓના સહકારથી કાર્યક્રમ સફળ બનાવવા માટે મુખ્‍ય જિલ્‍લા આરોગ્‍ય અધિકારી દ્વારા અનુરોધ કરવામાં આવેલ છે. આ ટાસ્‍કફોર્સની મીટીંગ રજી તારીખે રાખવામાં આવી છે તેવું મુખ્‍ય જિલ્‍લા આરોગ્‍ય અધિકારી, જિલ્‍લા પંચાયત કચ્‍છ-ભુજ દ્વારા જણાવાયું છે.

Get real time updates directly on you device, subscribe now.