મોટીરાયણ ગામે મફતનગર ખાતેથી ઇંગ્લીશ દારૂનો જથ્થો પકડતી એલ.સી.બી. પશ્ચિમ કચ્છ

232

માંડવી : પોલીસ અધિક્ષક એમ. એસ. ભરાડા સાહેબના માર્ગદર્શન અને એલ.સી.બી. પોલીસ ઇન્સ્પેક્ટર જે.એન.પંચાલ તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર એસ.જે.રાણા નાઓની સુચનાથી એલ.સી.બી. સ્ટાફના માણસો માંડવી તાલુકા વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન મોટી રાયણ ગામે આવતા મળેલ ખાનગી બાતમી હકિકત આધારે આરોપીઓ (૧) હરેશ ઉર્ફે ટીનો લખમણ ગઢવી, (ર) જયંતીગર મંગલગર ગુસાઇ, રહે. બન્ને મફતનગર, મોટી રાયણ, તા.માંડવી વાળાઓ પૈકી નંબર – (ર) વાળાના રહેણાંક મકાનના ફળીયામાંથી ઇંગ્લીશ દારૂના ૧૮૦ મિ.લી.ના ક્વાટરીયા નંગ-૪૫૬, કિં.રૂા. ૪૫,૬૦૦/- નો પ્રોહી. મુદ્દામાલ ઉપરોક્ત બનને આરોપીઓએ ગેર કાયદેસર રીતે રાખી ગુન્હો કરેલ હોય મજકુર બન્ને આરોપીઓ વિરુધ્ધ માંડવી પોલીસ સ્ટેશન ખાતે ગુન્હો રજીસ્ટર કરાવવામાં આવેલ છે.

Get real time updates directly on you device, subscribe now.