ત્રણ તલ્લાકનો કાયદો બનાવવા પર્સનલ લો બોર્ડને વિશ્વાસમાં ન લેવું ખેદજનક બાબત : ઇત્તેહાદુલ મુસ્લિમીન-એ-કચ્છ

374

અંજાર : ભારત સરકાર દ્વારા તાજેતરમાં ત્રણ તલ્લાક મુદ્દે મુસ્લિમ સમાજના પતિ પત્નીના લગ્ન હક્ક સબન્ધી કાયદો અમલમાં લેવા નિર્ણય લઇ સરકાર દ્વારા પાર્લામેન્ટમાં મુકવામાં આવશે. જે કાયદાને પ્રથમ દ્રષ્ટિએ જોતા તે કાયદાના અનુવાદો ઇસ્લામ ધર્મ તેમજ પતિ પત્ની બંનેના હક્કોની તરાપ સમાન જણાઈ આવે છે જેમનો અમલ કરવા પહેલા ફેરવિચારણા કરવા, કાયદાના અમલ પહેલા તમામ પાસાઓને ચકાસવા કચ્છ જિલ્લા મુસ્લિમ સમાજ તથા કચ્છ જિલ્લાની સામાજિક સંસ્થાઓ ઇતિહાદુલ મુસ્લિમીન-એ-હિન્દ, તથા જમિયત-ઉલ્માએ-હિન્દ કચ્છએ વડપ્રધાન ને પાત્ર લખી અનુરોધ કર્યો છે.

દેશના દરેક નાગરિકના હક્કોનું રક્ષણ કરવું એ દરેક સરકારની પ્રાથમિકતા હોય તે સ્વાભાવિક છે પણ કોઈ પણ કાયદો નાગરિકોના ધર્મ કે પુરા સમાજને અનુસરતો હોય તેવા કાયદાઓ અમલમાં લેવા પહેલા સરકાર દ્વારા સબંધિત ધર્મના ધર્મ ગુરુઓ, સામાજિક સંગઠનો, સામાજિક અગ્રણીઓનો અભિપ્રાય લેવાથી કાયદાઓ વધુ યોગ્ય અને અસરકારક બની શકે છે. સરકાર દ્વારા દેશના મુસ્લિમ સમાજનું પ્રતિનિધિત્વ કરતી સંસ્થા મુસ્લિમ પર્સનલ લો બોર્ડનો પણ કાયદો બનાવ પહેલા અભિપ્રાય લેવામાં આવેલ નથી જે ખેદજનક બાબત છે. સરકારનો સૂત્ર સૌનો સાથ સૌનો વિકાસ વાસ્તવમાં ત્યારેજ સિદ્ધ થશે જયારે સરકાર દ્વારા લેવાતા નિર્ણયો સૌના સઘળા હિતમાં હોય. માટે ત્રણ તલ્લાકના કાયદા મુદ્દે ભારત સરકાર દ્વારા અમલમાં આવનાર કાયદાને સંપૂર્ણપણે લાગુ કર્યા પહેલા મુસ્લિમ સમાજનું પ્રતિનિધિત્વ કરતી સંસ્થાઓ મુસ્લિમ પર્સનલ લો બોર્ડ, જમીઅત-ઉલમાં-એ-હિન્દ, જમાતે ઇસ્લામી, તેમજ સામાજિક આગેવાનો અને મુસ્લિમ મહિલા સંગઠનોનો અભિપ્રાય લેવામાં આવે તેવો ઇત્તેહાદુલ મુસ્લિમીન-એ-હિન્દના મહમદ આગરીયા, જમીઅત-ઉલમાં-એ-હિન્દ-કચ્છના હાજી નુરમામદ રાયમાં અને મુસ્લિમ અગ્રણી હાજી જુમ્મા રાયમાં દ્વારા વડાપ્રધાનને પાત્ર લખી અનુરોધ કરવામાં આવ્યો છે.

Get real time updates directly on you device, subscribe now.