સંસ્કાર સ્કૂલ બસનુ માધાપર હાઇવે પર અકસ્માત

1,671

માધાપર : માધાપર હાઇવે હોટેલ ડોલ્ફીન પાસે સંસ્કાર સ્કૂલ ની બસનો ટ્રક સાથે અથડાતા અકસ્માત થયો હતો. સંસ્કાર સ્કૂલ ની બસ GJ-4-U-4545 માધાપર આવી રહી હતી ત્યારે હોટેલ ડોલ્ફીન થી જુનાવાસ તરફ વળતી વખતે ટ્રક સાથે અથડાતા એક તબક્કે અંદર બેઠેલા વિધાર્થીઓ નો જીવ અધ્ધર થઈ ગયો હતો જોકે સદભાગ્યે કોઈ ને ઇજા ન થઈ હોવાનુ સ્થાનીક લોકોએ જણાવ્યુ હતુ. અકસ્માત ના સમાચાર મળતા વિધાર્થીઓના વાલીઓ પણ ત્યા પહોચ્યા હતા. વાલીઓ દ્વારા જાણવા મળ્યુ કે બસના ડ્રાઇવર દ્વારા ગાડી બેફામ ચલાવવા મા આવે છે ત્યારે કોઈ મોટી ઘટના બને અને ભુલકાઓનુ જીવ જોખમાય તેના પહેલા સ્કૂલ મેનેજમેન્ટે આ બાબતે બસ ડ્રાઇવરો ને ગાડી ધ્યાનથી હંકારી ગાડીની સ્પીડ કંટ્રોલમા રાખવા સૂચના આપવી જોઈએ તેવુ ઉપસ્થિત લોકોના જાણવા મળ્યુ છે.

Get real time updates directly on you device, subscribe now.