પસંદગીના વાહન નંબર મેળવવા હવેથી ઓનલાઇન ઓકશન કરાશે

171

ભુજ, બુધવાર : કચ્‍છ જિલ્‍લાની ભુજ અને ગાંધીધામ (મોટર સાયકલ) વાહનો માટે નવી સીરીઝ GJ-12-DJ 0001 TO 9999 શરૂ કરવામાં આવનાર છે. જેમાં બાકી રહેલ સીલ્‍વર, ગો૯ડન નંબરો માટે રિઓકશન કરવામાં આવનાર હોઇ, પસંદગીના નંબરો માટે રાજય સરકાર દ્વારા ગોલ્‍ડન અને સીલ્‍વર નંબરો, બેઝ એમાઉન્‍ટ, રજીસ્‍ટ્રેશન ટેક્ષ, સી.એન.એ. ફોર્મ વગેરેને મુળભૂત રીતે યથાવત રાખી વાહન ૪.૦ માં ઉપલબ્‍ધ નાગરિક કેન્‍દ્રિત સગવડનો લક્ષમાં રાખી રાજય સરકારે વાહનના નંબરોની હરાજીની પારદર્શક, ઝડપી અને કાર્યક્ષમ બનાવવા માટે વાહન વ્‍યવહાર કમિશનરના તા.૧૨/૧૦/૨૦૧૭ ની સૂચનાથી ઓનલાઇન ઓકશનથી કરવાનું નકકી કરાયું છે. ઓનલાઇન ઓકશનએ ડાયનામિક ઓકશન પ્રોસેસ એટલે કે, અરજદારને વેબસાઇટ પર ઓફર પ્રાઇસ હરાજીની પ્રક્રિયા દરમ્‍યાન વખતો વખત હરાજીની રકમમાં ઉમેરો કરવાનો રહેશે. આ ઉમેરો રૂ.૧૦૦૦/- ના ગુંણાકમાં વધારવાનો રહેશે. હાલની વન ટાઇમ બીડીંગ પ્રોસેસ જેમ એક જ વખત બીડ પ્રોસેસ કરી શકાશે નહીં. ઈ-ઓકશનની પ્રક્રિયા ઓનલાઇન અરજી કરવાનો સમયગાળો તા.૨૧/૧૨/૨૦૧૭ થી ૨૭/૧૨/૨૦૧૭ સુધી અને ઈ-ઓકશનનો બિડિંગ કરવાનો સમયગાળો તા.૨૮/૧૨/૨૦૧૭ થી ૧/૧/૨૦૧૮ના બપોરના ૨ વાગ્‍યા સુધી તથા ઈ-ઓકશનનું પરિણામ તા.૧/૧/૨૦૧૮ના બપોરે ૨ વાગ્‍યા પછીનો સમયગાળો રહેશે.

ઓનલાઇન ઓકશનમાં ભાગ લેનાર અરજદારે  http://parivahan.gov.in/parivahan/ પર નોંધણી કરી, યુઝર આર.ડી., પાસવર્ડ મેળવવાનો રહેશે તેમજ આ વેબસાઇટ પર લોગીન કરીને વાહન ખરીદીના દિવસ-૭ (સાત) ની અંદર ઓનલાઇન સી.એન.એ. ફોર્મ ભરવાનો રહેશે. હરાજીની પ્રક્રિયામાં ભાગ લેવો, ચૂકવણું કરવું અને વાહન નંબર મેળવવો. આ માટેની વિગતવાર સૂચનાઓ Appendix-A ઉપર આપેલ છે. (જે કચેરીના નોટીસ બોર્ડ અને રજીસ્‍ટ્રેશન શાખામાં રૂબરૂ જોવા મળશે.) અરજદારે હરાજીની પ્રક્રિયા પૂર્ણ થયાના ૫ દિવસમાં નાણાં જમા કરાવવાના રહેશે. અરજદારે જો આ નિયમ સમય મર્યાદામાં નાણાં ચૂકવવામાં નિષ્‍ફળ જાય તો મુળ ભરેલી રકમને જપ્‍ત કરી ફરીવાર હરાજી કરવામાં આવશે. ઓનલાઇન ઓકશન દરમ્‍યાન અરજદારે RBI દ્વારા નકકી કરેલ દરે ચાર્જ ચૂકવવાના રહેશે. હરાજીની પ્રક્રિયામાં સફળ થયેલા અરજદારને સફળ ગણી બાકીના નાણાં દિન-૫ માં ભરપાઇ કરવા માટે SMS કે EMAIL થી જણાવવામાં આવશે. હાલની મેન્‍યુઅલ પધ્‍ધતિ પ્રમાણે નાણાં પરત કરવાના રહેશે. એટલે કે, Net Banking, Credit Card/Debit Card થી ચુકવણું કર્યુ હોય તે જ Mode થી નાણાં અરજદારના તે જ ખાતામાં SBI e-pay દ્વારા પરત કરવામાં આવશે તેવું પ્રાદેશિક વાહન વ્‍યવહાર અધિકારી, ભુજ-કચ્‍છ દ્વારા જણાવાયું છે.

Get real time updates directly on you device, subscribe now.