રિ-સર્વે થયેલ જમીનોની નોટીશની વહેંચણી બાદ વાંધા અરજી તથા બાકી નંબરોની માપણી કરાશે

176

ભુજ, મંગળવાર : ભચાઉ તાલુકાના ખોડાસર અને નારણસરીમાં તા.૨૨/૧૨ના, રાજણસર, લાકડીયામાં તા.૨૬ અને ૨૭મી ડિસે.ના, નરા ગામમાં તા.૨૮/૧૨ના, માય અને હલરા ગામમાં તા.૨૯,૩૦/૧૨ના, અમરાપર અને જનાણ ગામમાં તા.૩જી અને ૪થી જાન્‍યુ.૨૦૧૭ના ઉપરોકત ગામોનું રિ-સર્વે થયા બાદની નોટીસો ગામોના ખાતેદારોને વહેંચણી કરવામાં આવી છે. તથા સરકારી નંબરોની નોટીસ તલાટીશ્રીને બજાવવામાં આવી છે. આ નોટીસમાં જણાવેલ મુદત ૧૦ દિવસની પુરી થઇ ગયેલ છે. તેની સામે આવેલ વાંધા-અરજી તથા બાકી નંબરોની માપણી કરાશે. માપણીનો આ છેલ્‍લો કેમ્‍પ હોઇ ખાતેદારોને નિયત તારીખે માપણી કરાવી લેવા જિલ્‍લા ઈન્‍સપેકટર, જમીન દફતર-ભુજ-કચ્‍છની યાદીમાં જણાવાયું છે.

Get real time updates directly on you device, subscribe now.