માધાપરમાં કોંગ્રેસી ઉમેદવાર આદમ ચાકીનું કાર્યાલય ખુલ્લું મુકાયું

565

માધાપર : વિધાનસભા ચૂંટણીનો પ્રચાર ઝંઝાવાતી બની રહ્યો છે માધાપર ભુજ વિધાનસભા બેઠક માટે મહત્વની ભૂમિકા ભજવે છે ત્યારે માધાપરમાં કોંગ્રેસના ઉમેદવાર આદમ ચાકીના કાર્યાલયને ખુલ્લો મૂકીને કોંગ્રેસે ભાજપના ભ્રષ્ટાચાર સામે લડતનું આહવાન કર્યું હતું. રાજેસ્થાનના પૂર્વ મંત્રી ગફુર અહેમદ સમા તેમજ જિલ્લા, તાલુકા તેમજ ગામના વિવિધ સમાજના આગેવાનો અને કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

સાંજે કોંગ્રેસી ઉમેદવારના કાર્યાલયનું ઉદઘાટન રીબીન કાપીને કર્યા બાદ કોંગ્રેસી નેતાઓએ માધાપરમાં ભાજપના ભ્રષ્ટાચાર પર આકરા પ્રહારો કર્યા હતા અને આગામી સમયમાં રાજ્યની સાથે ભુજ તાલુકાનું પણ નવસર્જન થશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. કાર્યાલયના ઉદઘાટન પ્રસંગે પાટીદાર, ગુર્જર ક્ષત્રિય, દલિત, આહીર, રાજપૂત ક્ષત્રિય તેમજ મુસ્લિમ સમાજના આગેવાનો અને કોંગ્રેસી કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. ભાજપ અને કોંગ્રેસ વચ્ચેનો ફરક માધાપરમાં નવાવાસ અને જુનાવાસ વચ્ચે સ્પષ્ટ દેખાય છે. તેમ કહેતા માધાપર ગામને ભાજપે ભ્રષ્ટાચારનું હબ બનાવી મૂક્યું હોવાના આક્ષેપ કરાયા હતા.

Get real time updates directly on you device, subscribe now.