માધાપર એહલે સુન્નતવલ જમાત દ્વારા ઈદે મિલાદુન્નબીના જુલુસ કાઢવામાં આવ્યો

180

માધાપર : ઇસ્લામના મહાન પયગંબર અને વિશ્વમાં ઇન્સાનિયતનો સંદેશો ફેલાવનાર હઝરત મહંમદ (સ,અ,વ) નું જન્મ દિવસ એટલે ઈદે મિલાદુન્નબી (સ,અ,વ). ઈદે મિલાદ પ્રસંગે માધાપરમાં એહલે સુન્નતવલ જમાત દ્વારા આગોતરી ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું હતું. ઇસ્લામી કેલેન્ડરના રબીઉલ અવ્વલ મહિનાની ૧૨મી તારીખે ઈદે મિલાદ મનાવવામાં આવે છે. રબીઉલ અવ્વલ ની પહેલી તારીખ થી જ માધાપરની મસ્જીદે કૌશરને લાઇટિંગ થી શણગારવામાં આવી હતી.

પ્રથમ દિવસથી જ સળંગ બાર દિવસ સુધી તકરીરનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મૌલાના અબ્દુલ રઝાક સાહેબે  સતત ૧૨ દિવસ મહંમદ (સ,અ,વ) ના જીવન વિષે તકરીર કરી હતી. ૧૨મી રબીઉલ અવ્વલની પૂર્વ સંધ્યાએ જુલૂસની તૈયારીઓને આખરી ઓપ અપાયો હતો. મસ્જિદ પાસેથી મરહબા યા મુસ્તફાના નારા સાથે જુલૂસનું પ્રસ્થાન કરાયું હતું. ત્યાર બાદ ગામની મુખ્ય બજારોમાંથી પસાર થઇ કાશમશા પીરની દરગાહ પાસેથી વાહનો મારફતે ભુજના મુખ્ય જુલૂસમાં સામેલ થયા હતા. આ જુલૂસમાં માધાપર થી બહોળી સંખ્યામાં મુસ્લિમ બિરદારો જોડાયા હતા.

Get real time updates directly on you device, subscribe now.