સમાજમાં ધર્મના નામે ઝેર ઓકતા આતંકીઓ દેશ માટે ખતરનાક : ઇત્તેહાદુલ મુસ્લિમીન-કચ્છ

848

અંજાર : રાજેસ્થાનના ઉદેપુર જિલ્લામાં રાજસમંદ ખાતે “લવ જેહાદ” ના નામે મોહંમદ અફરાઝુલ ની હત્યા કરી વિડિઓ વાઇરલ કરી સમાજમાં દહેશત ફેલાવનાર સંભુલાલ તથા ગુનામાં સામેલ તમામ લોકો સામે કડક કાર્યવાહી કરી તમામ ગુનેગારોને ફાંસીની સજા કરવામાં આવે તેવી માંગ સાથે  અંજારની સંસ્થા ઇત્તેહાદુલ મુસ્લિમીન-કચ્છએ આજે અંજાર ખાતે નાયબ કલેક્ટરને આવેદન પાઠવી રજુઆત કરી છે અને આ ઘટનાને સખ્ત શબ્દો માં વખોડી છે. વધારેમાં આવેદનમાં જણાવાયું છે કે ધર્મના નામે ઝેર ઓકતા આતંકીઓ દેશ માટે ખતરનાક સાબિત થઇ રહ્યા છે. દેશમાં આવી ઘટનાઓ અમન અને શાંતિ ડહોળવા તેમજ દેશમાં ભય અને આતંક ફેલાવાના ષડયંત્ર રૂપે બની રહી છે.આ ક્રૂર ઘટનાને અંજામ આપવા દેશની ભીતર બેઠેલી તાકતો સામેલ છે. ઘણા લાંબા સમયથી  દેશની ભીતરમાં બેઠેલી તાકાતો હિન્ન કૃત્યો દ્વારા દેશની શાંતિ અને ભાઈચારાને જોખમાવા પ્રયાસ કરી રહી છે.

નિર્દોષ નાગરિકો કે દેશના હિતોને નુકશાન કરવું સૌ માટે દુઃખદ બાબત છે. માટે બનાવની સી.બી.આઈ. દ્વારા ઝીણવટ ભરી તાપસ કરાવી બનાવમાં સામેલ તમામ આરોપીઓ ને જાહેરમાં ફાંસી આપી સમાજના હિતોનું રક્ષણ કરવા જણાવ્યું હતું. આપણો દેશ વિવિધ ધર્મો અને સંસ્કૃતિઓથી જોડાયેલો છે છત્તા તમામ લોકો સાથે હળીમળી અને ભાઈચારા સાથે રહે છે. અમુક મુઠ્ઠી ભર અસામાજિક તત્વોના કારણે આ ભાઈ ચારો જોખમાય નહિ તેની તકેદારી રાખવા પણ જણાવ્યું હતું. આવેદન પત્ર આપવા હાજી જુમ્મા રાયમાં, હાજી મોહમદ  આગરીયા, હાજી નુરમામદ રાયમાં, હાજી શકુર માંજોઠી, હુશેન આગરીયા, શાહનવાઝ શેખ, યુસુફ સંગાર, સલીમ રાયમાં, અયુબ માથડાં, સુલતાન માંજોઠી, સબ્બીર કુરેશી, સૈયદ અભામિયા બાપુ, યુસુફ સોઢા, ગુલામ આગરીયા, ઇકબાલ જત, સબ્બીર સુમરા, અલ્તાફ રાયમાં, ઇમરાન ખલિફા, સફીભાઈ ખત્રી, અબ્દુલ જત, રમજાન રાયમાં, અબ્બાસ લંગા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

Get real time updates directly on you device, subscribe now.