રાજેસ્થાનની અજમેર શરીફ દરગાહ વિરૂદ્ધ ઉશ્કેરણી જનક ટીપ્પણીને ઇતેહાદુલ મુસ્લિમીન-એ-કચ્છએ વખોડી

1,491

અંજાર : રાજસ્થાન રાજયમાં અજમેર શહેર મધ્યે વિશ્વ પ્રસિધ્ધ ખ્વાજા મોઇનુદીન ચિશ્તીની દરગાહ આવેલી છે. આ દરગાહ માત્ર ભારતમાં નહિં પણ પુરી દુનિયાના દરેક ધર્મના લોકો માટે આસ્થાનું કેન્દ્ર છે. 800 વર્ષ જુની આ ખ્વાજા મોઇનુદીન ચિશ્તીની દરગાહે ખાસ કરીને ભારત દેશમાં વસતા તમામ ધર્મોના લોકો માટે એકતાનું પ્રતિક છે. રાજસ્થાનમાં કોમવાદી સંગઠનો અને ગુંડાઓની દિન બ દિન સમાજ વિરોધી પ્રવૃત્તિઓ વધતી જઈ રહી છે.

શિવસેના હિંદુસ્તાન નામના સંગઠનના કોમવાદી, ભાગલાવાદી તત્વોએ દ્વારા સંસ્થાના જનરલ સેક્રેટરી લખનસિંહ દ્વારા ખ્વાજા મોઇનુદીન ચિશ્તીની દરગાહ મંદિર તોડી દરગાહ બનાવવામાં આવ્યાનુ કથન કરી દરગાહ તોડી મંદિર બનાવવાનુ આહવાન કરી દેશમાં શાંતિ ડહોળવા પ્રયાસ સાથે બિનજરૂરી વિવાદ ઉભો કરાતા આવા ભાગલાવાદી સંગઠનોને તાત્કાલિક ધોરણે પ્રતિબંધીત કરી સમાજ વિરોધી શાંતિ ડહોળતા તત્વો વિરૂદ્ધ કાર્યવાહી કરી જેલમાં ધકેલવા ઇત્તેહાદુલ મુસ્લિમીન-એ-કચ્છએ કેન્દ્ર સરકાર દ્વારા રાજસ્થાન સરકારને સુચના આપી તાત્કાલિક ધોરણે કાર્યવાહી હાથ ધરવા રાષ્ટ્રપતીને આવેદનપત્ર પાઠવી અપીલ કરી છે. અને કડક શબ્દોમાં આ ઘટનાને વખોડી છે. રાજેસ્થાનમાં તાજેતરમાં ઉપરા ઉપરી બની રહેલી ઘટનાઓ સામે સરકાર નિષ્ઠા પૂર્વક તપાસ હાથ ધરી જવાબદારો સામે કડક હાથે કામ લે, રાજયમાં શાંતિ- અમન- ભાઈચારાનો માહોલ કાયમ રહે તે માટે કટર વાદી અને કોમવાદી લોકો વિરુદ્ધ સરકાર શિક્ષાત્મક કાર્યવાહી કરે તેવી માંગ ઇતેહાદુલ મુસ્લિમીન-એ-કચ્છના હાજી જુમ્મા રાયમા અને હાજી મોહમ્મદ આગરિયા દ્વારા કરવામાં આવી છે.

Get real time updates directly on you device, subscribe now.