તો…કોટડા-ચકારના ગ્રામજનો ઓવરલોડના દુષણ સામે જનતા રેડ કરશે

392

અલીમામદ ચાકી, કોટડા (ચ) : કોટડા-ચકાર ગામે ઓવરલોડ વાહનનો દુષણ વધતું જ જાય છે. ત્યારે આરટીઓ તંત્રને માત્ર ને માત્ર હપ્તા લેવામાં રસ હોય તેમ ગ્રામજનોના મુખે ચર્ચાઇ રહ્યુ છે. જો બેફામ ચાલતા ઓવરલોડ વાહનો બંધ નહી થાય તો ગ્રામજનો દ્વારા આવા ઓવરલોડ વાહન પકડી અને તંત્ર નો નાક કાપવામા આવશે.

આ ઓવરલોડ વાહનો અહીં આવેલ ભેડીયા તથા અમુક કંપનીઓના હોવાનુ જાણવા મળ્યું છે. આવા ઓવરલોડ વાહન પર તંત્ર કાર્યવાહી કરે તેવુ લોકો ઇચ્છી રહયા છે. જો આવું નહી થાય તો કોટડા (ચ) ના ગ્રામજનો દ્વારા ઓવરલોડના દુષણ સામે જનતા રેડ કરાશે તેવું ગ્રામજનોનાં મુખે ચર્ચાઇ રહયું છે. આ વાહન માલીકો રાજકીય વગ ધરાવતા હોવાથી કોઇ કાર્યવાહી થતી નથી તેવું જાગૃત લોકોમાં ચર્ચાઈ રહ્યુ છે.

Get real time updates directly on you device, subscribe now.