‘નશા પીલાકે ગીરાના તો સબકો આતા હૈ’ : અહેમદ પટેલ

244

ભરૂચ : અંકલેશ્વર માંથી પકડાયેલા ISIS ના કથિત આતંકી સટીમરવાલા મુદે રાજકીય જંગ ચાલી રહી છે. ATS ની ટીમે ISIS ના બે આતંકીઓ અંકલેશ્વર પાસેથી પકડયા તેમાંથી એક કાસમ સ્ટીમરવાલા સરદાર પટેલ હોસ્પિટલમાં લેબ ટેકનીશીયન હતો. સી એમ રૂપાણીએ આ હોસ્પિટલ સાથે સાંસદ અહેમદ પટેલ જોડાયેલા છે માટે તેઓ રાજીનામુ આપે એવુ નિવેદન આપ્યો હતો.

જંબુસર ખાતે બુધવારે યોજાયેલ સભામાં સી એમ રૂપાણીને વળતો જવાબ આપતા જણાવ્યું કે સ્ટીમરવાલાએ સુરતની જે હોસ્પિટલમાં દોઢ વર્ષ નોકરી કરી છે તે હોસ્પિટલનું ઉદઘાટન નરેન્દ્ર મોદીએ કર્યું હતું. આ બાબતે ભાજપ કેમ ચૂપ છે. વધુમાં સાંસદ અહેમદ પટેલે જણાવ્યું કે ભાજપ રાજ્યસભાની હાર પચાવી સકતી ન હોઇ આવા નિવેદનો કરે છે. તેમના કહેવાથી હું રાજીનામુ આપીસ નહીં. કારણકે મને લોકોએ ચૂંટીને મોકલ્યો છે. આ સાથે સાંસદ અહેમદ પટેલે સાયરી સાથે ભાજપ પર તંજ કસયો હતો.

“નશા પીલાકે ગીરાના તો સબકો આતા હૈ,

મઝા તો તબ હૈ જબ ગીરતો કો થામ લે શકો

Get real time updates directly on you device, subscribe now.