બી ડિવિઝન પોલીસે ચોરીના 10000 ના મુદામાલ સહીત 3 ઈસમો ઝડપ્યા

432

ભુજ : પશ્ચિમ કચ્છ પોલીસ અધિક્ષક એમ.એસ. ભરાડ સાહેબ તથા નાયબ પોલીસ અધિક્ષક પી.એન. પટેલ સાહેબના માર્ગદર્શન અને કચ્છ-ભુજમાં મિલકત વિરોધી ગુનાહ અટકાવવા સૂચના કરેલ તે સંદર્ભે  બી ડિવિઝન પી.આઈ જે.એમ, આલ સાહેબની સૂચના થી બી ડિવિઝન પોલીસ મથકે નોંધાયેલ ગુનાહ જેમાં આઇવા ડમ્પર  ગાડી નંબર  જી.જે. ૧૨ ઝેડ ૩૩૩૭ વાળા માંથી ચોરી થઇ ગયેલ  જે કામે પેટ્રોલિંગ દરમ્યાન મળેલ બાતમીના આધારે દાદુપીર રોડ, નવા રેલવે સ્ટેશન પાસેથી ત્રણ ઈસમો ઇબ્રાહિમ જુસબ ગગડા, ઇમરાન ઉર્ફે મીઠું જુસબ ગગડા, અશરફ કસમ મોખા રહે ત્રણેય ભુજ ને ચોરી ગયેલ બેટરી નંગ 2 કિંમત રૂપિયા 10000 વળી સાથે ઝડપી પડેલ છે અને વધારે તાપસ ચાલુ છે. આ કામગીરીમાં પી.આઈ. જે.એમ. આલ સાહેબ ની સૂચનાથી પો.હેડ.કોન્સ. પંકજકુમાર કુશવાહા, પો.કોન્સ. મયુરસિંહ જાડેજા, કોન્સ. રજાક કૈંડા, કોન્સ. ફલજીભાઈ વગેરે જોડાઈ ગુનાહ ડિટેકટ કરેલ છે.

Get real time updates directly on you device, subscribe now.