શક્તિસિંહ ગોહિલનું પૂતળા દહન ભાજપની હલકી માનસિકતા : જુમ્મા રાયમાં

1,221

ભુજ : ભુજમાં સવારે કચ્છ જિલ્લા ભાજપ દ્વારા શક્તિસિંહ ગોહિલનું પૂતળા દહન કરવામાં આવ્યું હતું. આ બાબતે વળતો પ્રહાર કરી પ્રદેશ કોંગ્રેસ મંત્રી હાજી જુમ્મા રાયમાએ પોતાની યાદીમાં જણવ્યું હતું કે શક્તિસિંહ ગોહિલનું પૂતળા દહન ભાજપની હલકી માનસિકતા છતી કરે છે. વધુમાં તેમને જણાવ્યું કે શક્તિસિંહ ગોહિલે એટલું કીધુ કે હાર્દિકમાં સરદાર પટેલનું DNA છે એટલે કે તેના વંશજ છે તેમાં કઈ ખોટું નથી કીધું.

સરદાર પટેલનો નારો હતો કે “અન્યાય સહન નહિ કરીએ”  તે નારા સાથે હાર્દિક પટેલ સમાજને ન્યાય અપાવવા આંદોલન કરી રહ્યો છે. ભાજપ કચ્છમાં હાર જોઈને રઘવાઈ બની છે તેમજ સમગ્ર ગુજરાતમાં ભાજપને જાકારો મળી રહ્યો છે. અને હાર્દિક પટેલની કચ્છની સફળ સભાને ભાજપ પચાવી સકતી નથી. માટે ભાજપે આવા નાટકો બંધ કરી નલિયા કાંડમાં સઁડોવાયેલ ભાજપના નેતાઓના પૂતળા બાળવા જોઈએ. શક્તિસિંહ ગોહિલ ગુજરાતનું ગૌરવ છે. અને તમામ ગુજરાતીઓના દિલમાં વસે છે.ભાજપ લાજવાના બદલે ગાજી રહી છે ત્યારે આ અપમાનનો બદલો આવનારા સમયમાં કચ્છની પ્રજા ભાજપ પાસેથી લેશે તેવું પ્રદેશ કોંગ્રેસ મંત્રીએ યાદીમાં જણાવ્યું હતું.

Get real time updates directly on you device, subscribe now.