કચ્છ જિલ્લા ભાજપ દ્વારા શક્તિસિંહ ગોહિલનું પૂતળા દહન

1,041

ભુજ : ભારતીય જનતા પાર્ટી દ્વારા આજે ભાજપ કાર્યાલય બહાર વી.ડી. હાઈસ્કૂલ પાસે કોંગ્રેસના અબડાસાના ધારાસભ્ય શક્તિસિંહ ગોહિલના પૂતળાનું દહન કરવામાં આવ્યું હતું. ગઈ કાલે શક્તિસિંહ ગોહિલ દ્વારા હાર્દિક પટેલને સરદાર પટેલ સાથે સરખાવતો નિવેદન આપ્યો હતો. શક્તિસિંહ ગોહિલે એવું કહ્યું હતું કે હાર્દિક પટેલમાં સરદાર પટેલ નો DNA છે. આ બાબતે જિલ્લા ભાજપ પ્રમુખ કેશુભાઈ પટેલનું સંપર્ક કરતા જણાવ્યું હતું કે ક્યાં સરદાર પટેલ અને ક્યાં હાર્દિક, સરદાર પટેલને રાષ્ટ્રહિત અને રાષ્ટ્ર વિકાસ માટે યાદકારવામાં આવે છે. ત્યારે આવા મહાન વ્યક્તિત્વને હાર્દિક જેવા વ્યક્તિ સાથે સરખામણી કરવી એ સરદાર પટેલનું અપમાન છે. માટે ભાજપ દ્વારા આ નિવેદનના વિરોધમાં શક્તિસિંહ ગોહિલના પૂતળાનું દહન કરવામાં આવ્યું હતું તેવું જિલ્લા ભાજપના પ્રમુખે જણાવ્યું હતું.

 

Get real time updates directly on you device, subscribe now.