વેસ્ટાસ ઓસ્ટ્રો કચ્છ પ્રોજેક્ટ દ્વારા જનરલ હોસ્પિટલમાં બાળદિન નિમિતે રક્તદાન કેમ્પ યોજાયો

152

ભુજ : વેસ્ટાસ વિન્ડ ટેક્નોલોજી પ્રા.લી. ના વેસ્ટાસ ઓસ્ટ્રો કચ્છ પ્રોજેક્ટ દ્વારા ભુજમાં જનરલ હોસ્પિટલ મધ્યે આજે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રક્તન કેમ્પ કચ્છના ઓસ્ટ્રો વેસ્ટાસ પ્રોજેક્ટના સામાજિક જવાબદારી કાર્યક્રમ અંતર્ગત આજે બાળદિન ની ઉજવણી નિમિતે યોજવામાં આવ્યું હતો. આ કેમ્પનો ઉદ્ઘાટન મામલતદાર ભુજ તથા કંપનીના મેનેજર વિપુલભાઈ ના હસ્તે કરવામાં આવ્યું હતું. આયોજનમાં કંપનીના ચતુર્વેદી સાહેબ, ભટ્ટ સાહેબ,ભાવિકભાઈ વગેરે હાજર રહ્યા હતા. આ આયોજનમાં પ્રાણલાલ કાપડી તથા રજુ ભાઈ સાધુ એ સહયોગ આપી આયોજનને સફળ બનાવ્યો હતો.

Get real time updates directly on you device, subscribe now.