કચ્છ ચાઈલ્ડ લાઈન દ્વારા બળદિનની એક સપ્તાહ સુધી ઉજવણી કરાશે

164

ભુજ : ૧૪ નવેમ્બરના બળદિનની ઉજવણી કરવામાં આવે છે. તે અંતર્ગત કચ્છની બાળકોની સંસ્થા કચ્છ ચાઈલ્ડ લાઈન ૧૦૯૮ એ આખો સપ્તાહ બળદિનની ઉજવણી કરવાનો નિર્ણય કર્યો છે. જે અનુસંધાને ૧૪મી થી ૨૧મી નવેમ્બર સુધી બાળદિન નિમિતે આખા સપ્તાહની ઉજવણી કરાશે. આ ઉજવણીના ભાગરૂપે પ્રથમ દિવસે પટવાળી શાળા તેમજ કરીમોરી વિસ્તારમાં રમત ગમત ના કાર્યક્રમ સાથે ઉજવણી કરાઈ હતી.

તે રીતે બીજા દિવસે સંજોગનગર શાળા તેમજ રામદેવનગર વિસ્તારમાં કાર્યક્રમ યોજાયા હતા. ત્રીજા દિવસે સ્લમ વિસ્તારના ૧૦ બાળકોને સાથે રાખી સરકારી કચેરીની મુલાકાત કરાવાઈ હતી. જેમાં કલેક્ટર કચ્છ, CWC કોર્ટના જજ, SP કચ્છ અને  જિલ્લા પંચાયત પ્રમુખ કૌશલ્યા માધાપરિયાને બાળકોએ ફ્રેન્ડશપિ બેલ્ટ બાંધ્યો હતો. આ ઉજવણીમાં કચ્છ ચાઈલ્ડ લાઈન કો ઓર્ડીનેટર સલીમ સમા, ટીમ રામજી ભાઈ, મોહીનીબા, રજુ રબારી, ભરતભાઈ, માંડવી ટીમ ક્રિષ્નાબેન, નીરવ, કામિનીબેન તેમજ મુન્દ્રા ટીમ ખીરાબદી નો સહયોગ રહ્યો હતો.

Get real time updates directly on you device, subscribe now.