ચુંટણી  ખર્ચ પર ચાંપતી નજર રાખતી ફલાઈંગ, સ્‍ટેટીક ટીમોને સહયોગ આપવા અનુરોધ

109

ભુજ, બુધવાર : એક્ષપેન્‍ડીચર મોનીટરીંગની વિવિધ ટીમો આગામી વિધાનસભાની ચુંટણીને અનુલક્ષીને ભાતની ચુંટણી પંચની તા.૨૯/૫/૧૫ની સ્‍ટાર્ન્‍ડડ ઓપરેટીંગ પ્રોસીજર મુજબ અમલ માટે રસ્‍તા પરના વાહનોની ચકાસણી કરશે મુકત અને ન્‍યાયી ચુંટણીના હિતમાં કોઇ પણ પ્રકારની ધાકધમકી, વગ અને લાંચથી પ્રભાવિત કરવા માટે રોકડનું વિતરણ લાંચ કે બળ પ્રયોગની કોઇપણ બાબત ભારતીય દંડ સહિતાની કલમ ૧૭૧દ (ખ) હેઠળ ગુનો બને છે. લોકપ્રતિનિધિત્‍વ અધિનિયમ ૧૯૫૧ની કલમ ૧૨૩ હેઠળ ગેરરીતી બને છે ત્‍યારે ચુંટણીઓની શુધ્‍ધતા જાળવવાના હેતુસર ભારતનું ચુંટણી પંચ ચુંટણી પ્રક્રિયા દરમ્‍યાન મતવિસ્‍તારમાં અતિશય પ્રચાર ખર્ચ લાંચ રૂપે રોકડ કે ચીજવસ્‍તુઓના વિતરણ વગેરે પર ચાંપતી નજર રાખવા ફલાઇંગ સ્‍કવોડ, સ્‍ટેટીક સર્વેલન્‍સ ટીમ ચેકપોસ્‍ટ પર પ્રમાણભુત સંચાલન કાર્યપધ્‍ધતિ મુજબ કાર્ય કરશે. આ ટીમોને નાગરિકોએ સહકાર આપવા અનુરોધ કરાયો છે. નાગરિકોએ રોકડ વ્‍યવહારમાં કોઇપણ વ્‍યકિત રૂ.૫૦ હજાર સુધી રોકડ લઇ જઇ શકશે. એક સુધીની રકમ પાર્ટીના હોદેદારો, કાર્યકર, પાર્ટીના ખજાનચીના પ્રમાણપત્ર સાથે લઇ જઇ શકશે. સ્‍વયં પ્રમાણિત કરેલ પ્રમાણપત્રની નકલ તપાસ કરનાર અધિકારીને રજુ કરવાની રહેશે. રૂ.૧૦ હજાર સુધીનું ચુંટણી સબંધિ સાહિત્‍ય લઇ જઇ શકશે જેમાં પેમ્‍પલેટ, ટોપી, બેનર, ખેસ ઈત્‍યાદી. સામાન્‍ય જનતા જેઓને આ ચુંટણી સાથે કોઇ લેવા દેવા નથી તેવા લોકો જેમકે ખેડૂત, વેપારી, આમ નાગરિકો રૂ.૫૦ હજારથી વધારે લઇને નીકળેલ હશે તો આધાર પુરાવા સાથે રાખવા, ઓળખકાર્ડ, રહેઠાણનો પુરવો, રકમ કયાંથી આવેલ છે

તેનો સ્‍ત્રોત, બેંક પાસબુકની નકલસ્‍લીપ વગેરે રકમને આનુસંગિક પુરવા સાથે રાખવા. લગ્‍ન સબંધી ખર્ચ હોય તો તેને આનુસંગિક પુરાવા, કંકોત્રી, ખર્ચના બિલો વગેરે સાથે રાખવાના રહેશે. દાકતરી સારવાર અર્થે રકમ સાથે હોય તો દાકતરી સારવારની ફાઇલ, બિલો વગેરે સાથે રાખવા. વેતન ચૂકવવા માટેની રકમ હોય તો વેતન ચૂકવવા અંગેના પુરાવા જેમ કે, હાજરી, બેંક રોકડ ઉપાડની સ્‍લીપ તથા આનુસંગિક પુરાવા રાખવા પડશે. કોઇપણ વ્‍યકિત પાસેથી રૂ.૧૦ લાખથી વધુ રોકડ મળે તો સ્‍થાયી દેખરેખ ટુકડી રોકડની આવકવેરા સબંધી કાયદા હેઠળ જરૂરી કાર્યવાહી કરવા માટે આવકવેરા અધિકારીને જાણ કરશે. કોઇ ઉમેદવાર, તેમના એજન્‍ટ, તેમના કાર્યકર રૂ.૫૦ હજારથી વધુ રોકડ રકમ લઇ જઇ શકશે નહીં. જો લઇ જતા પકડાશે તો તે રકમ જપ્‍ત કરીને કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે. પક્ષના હોદેદારો રૂ.૧ લાખથી વધુ રોકડ લઇ જઇ શકશે નહીં. જો રૂ.૧ લાખથી વધુ રોકડ લઇ જતા પકડાશે તો તે રકમ જપ્‍ત કરી કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે. જિલ્‍લા કક્ષાએ કન્‍ટ્રોલ રૂમ ૨૪×૭ કાર્યરત કરવામાં આવેલ છે. જેના ટોલ ફ્રી નં.૧૮૦૦-૨૩૩-૨૮૩૨ તથા ૦૨૮૩૨-૨૫૦૪૧૬, ૨૫૦૪૧૭, ૨૫૦૪૧૮, ૨૫૦૪૧૯ કોઇ ફરિયાદ હોય તો તેમાં જાણ કરવાની રહેશે. સબંધિત મતવિસ્‍તારના ચુંટણી અધિકારી, મદદનીશ ચુંટણી અધિકારીને પણ ફરિયાદ કરી શકાશે તેવું નોડલ ઓફિસર, એક્ષપેન્‍ડીચર મોનીટરીંગ (વિધાનસભા ચુંટણી) અને જિલ્‍લા વિકાસ અધિકારી, કચ્‍છ-ભુજ દ્વારા અનુરોધ કરાયો છે.

Get real time updates directly on you device, subscribe now.