ભચાઉ પોલીસે 1.23 લાખનો દારૂ પકડયો

194

ભચાઉ : ભચાઉ પોલીસે સવા લાખ નો વિદેશી દારૂ પકડયો.આગામી દિવસોમાં યોજાનારી વિધાનસભાની ચૂંટણી ને અનુલક્ષીને પોલીસ તંત્ર દ્વારા તમામ પ્રકારની કડક ચેકિંગ હાથ ધરવામાં આવી છે ત્યારે પૂર્વ કચ્છ પોલીસ વડા ભાવના પટેલ ના માર્ગદર્શન હેઠળ ભચાઉ પોલીસ ઈન્સ્પેકટર વી. કે પંડ્યા એ ભચાઉ પોલીસ સ્ટેશન ના વિસ્તારોમાં કડક પગલાં લેવાની કાર્યવાહી હાથ ધરી છે ત્યારે આજે ભચાઉ તાલુકા ના ગોકુલધામ મધ્યે થી ભરત નારણ આહીર ના કબજામાં થી 750 એમ. એલ નીબોટલ નંગ 59 કિંમત રૂ 17.700/..ક્વાર્ટરિયા નંગ 1056 કિંમત રૂ. 10.5600/= સાથે કુલ્લે રૂ. 1.23.300/= કબ્જે કરી ધોરણસર ની કાર્યવાહી હાથ ધરી છે આ કામગીરી માં પીએસઆઈ આર. એમ. ઝાલા, હરદેવસિંહ સરવૈયા, ઈન્દસિંહ ઝાલા, ગેલાભાઈ શુકલા, રવિન્દ્રસિંહ ઝાલા.. ધરતી બેન જોશી વિગેરે જોડાયા હતા.

Get real time updates directly on you device, subscribe now.