અંજાર વિધાનસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર વી.કે.હુંબલને લોક સંપર્કમા મળે છે બહોળો પ્રતિસાદ

848

અંજાર : અંજાર વિધાનસભા બેઠક ના કોંગ્રેસ પક્ષના લોકપ્રિય ઉમેદવારનો લોકસંપર્કનો કાર્યક્રમ યોજાયો હતો. આ લોકસંપર્કમાં અંજાર વિધાનસભાના અનેક ગામડાઓનો પ્રવાસ કરી કોંગ્રેસ પક્ષ તરફી વોટિંગ કરવા અપીલ કરાઈ હતી. સૌ પ્રથમ વાત્રા ગામથી શરૂઆત કરી ધરમપુર, જવાહનગર, ડગારા, મોખાણા, શારદાનગર વગેરે વિસ્તારના આગેવાનો અને ગ્રામજનો સાથે ઉમેદવારે રૂબરૂ સંપર્ક કર્યો હતો. લોક સંપર્ક દરમ્યાન વી.કે.હુંબલને પ્રજાનો ખૂબજ સારો પ્રતિસાદ મળી રહ્યો છે. તેમજ લોક સંપર્કમાં વી.કે.હુંબલ સાથે રહેલ કોંગ્રેસના તાલુકા તેમજ જીલ્લા કક્ષાના આગેવાનોએ કોંગ્રેસ તરફી મતદાન કરી અંજાર બેઠક પરથી વી.કે.હુંબલને જંગી બહુમતીથી જીતાડવા અપીલ કરી હતી.

Get real time updates directly on you device, subscribe now.