વડાપ્રધાનની ભુજ સભાના દિવસે ટ્રાફિક નિયમન માટે જાહેરનામુ જારી કરાયો

515

ભુજ, શનિવાર : આગામી તા.૨૭મી નવે.૨૦૧૭ના દેશનાં મહાનુભાવશ્રી ભુજની મુલાકાતે આવનાર છે. તથા તેઓશ્રીની જાહેરસભા મીરઝાપર રોડ પર આવેલ લાલન કોલેજ ખાતે યોજાનાર છે. તેઓની સાથે ગુજરાત રાજય તેમજ બહારથી અન્‍ય મહાનુભાવો પધારનાર છે. જેથી મહાનુભાવશ્રીઓના બંદોબસ્‍ત માટે તેમજ ટ્રાફિક નિયમનના ભાગરૂપે ભુજ શહેરમાં નીચે જણાવેલ રસ્‍તાઓ માટે વાહનોને પ્રવેશ માટે બંધ કરવાની જરૂરિયાત છે. અધિક જિલ્‍લા મેજીસ્‍ટ્રેટશ્રી ડી.આર.પટેલે ગુજરાત પોલીસ અધિનિયમ ૧૯૫૧ની કલમ ૩૩ (૧) અન્‍વયે તેમને મળેલ અધિકારીની રૂએ તા.૨૭/૧૧/૨૦૧૭ના ૧૦ થી ૧૩ કલાક સુધી અનુસૂચિમાં જણાવેલ વિસ્‍તારમાં મિરઝાપર તરફથી ભુજ તરફ આવતાં વાહનો પ્રીન્‍સરેસીડેન્‍સીથી પ્રવેશી શકશે નહીં, અને તે વાહનો પ્રીન્‍સરેસીડેન્‍સી ચાર રસ્‍તા થઇ રીલાયન્‍સ સર્કલ રોડ થઇ ભુજ તરફ જઇ શકશે. ભુજ-માંડવી રોડ માંડવી, નખત્રાણા તરફ જતા વાહનો જજીસ બંગલા સામે મંગલમ ત્રણ રસ્‍તા તરફ આવતા વાહનો માંડવી, નખત્રાણા તરફ પ્રવેશી શકશે નહીં, તે વાહનો મંગલમ ચાર રસ્‍તા, રઘુવંશી સર્કલ રોડ થઇ રીંગરોડ થઇ ત્રિમંદિર રોડ થઇ પ્રીન્‍સરેસીડેન્‍સી તરફ જઇ શકશે. ભુજ મીરઝાપર રોડ મંગલમ ચાર રસ્‍તા તરફથી માંડવી ઓકટ્રોય ત્રણ રસ્‍તા તરફ આવતા વાહનો માંડવી ઓકટ્રોયથી જઇ શકશે નહીં અને તે વાહનો રઘુવંશી સર્કલ રોડ થઇ રીંગરોડ થઇ, ત્રિમંદિર રોડ થઇ પ્રીન્‍સરેસીડેન્‍સી તરફ જઇ શકશે. મંગલમ ચાર રસ્‍તા તરફથી જજીસ બંગલા તરફ આવતા વાહનો જજીસ બંગલા તરફથી કલેકટરશ્રીની કચેરી તરફ જવાનું રહેશે. લાલન કોલેજ તરફ પ્રવેશી શકશે નહીં. ગણેશનગરથી કોમર્સ કોલેજ થઇ પ્રીન્‍સરેસીડેન્‍સી, લાલન કોલેજ તરફ આવતા વાહનો કોમર્સ કોલેજ ત્રણ રસ્‍તા થઇ જઇ શકશે નહીં અને તે વાહનો રઘુવંશી સર્કલ રોડ થઇ રીંગ રોડ થઇ પ્રીન્‍સરેસીડેન્‍સી તરફ જવાનું રહેશે. આ જાહેરનામા અન્‍વયે સરકારી ફરજ પરના વાહનો, પોલીસ અધિક્ષક, પશ્‍ચિમ કચ્‍છ તથા સબ ડીવીઝનલ મેજીસ્‍ટ્રેટશ્રી, ભુજ દ્વારા પરવાનગથી આપવામાં આવેલ હોય તેવા વાહનો, એમ્‍બ્‍યુલન્‍સ તથા ફાયર ફાઈટર તેમજ સ્‍કુલ બસને લાગુ પડશે નહીં.

Get real time updates directly on you device, subscribe now.