અંજાર વિધાનસભા મત વિસ્તારના 4000 કોંગ્રેસી કાર્યકરો ભાજપમાં જોડાયાનો દાવો : હારની બીકે ભાજપ જૂઠાણાં ફેલાવે છે : કોંગ્રેસ

934

અંજાર : કચ્છ જિલ્લાના, ૪-અંજાર વિધાનસભા મતવિસ્તારના, ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર વાસણ  આહીર દ્વારા સમગ્ર અંજાર મતવિસ્તારમાં જોર-શોરથી ચુટણી પ્રચાર ચાલી રહ્યો છે. ગામે ગામ લોકો દ્વારા ઉત્સાહથી તેઓનું સ્વાગત કરવામાં આવી રહ્યું છે. ભારતીય જનતા પાર્ટી દ્વારા થયેલ જંગી વિકાસ તથા તેની લોક ચાહનાથી પ્રેરાઇને મોખાણા ગામે યોજાયેલ કાર્યક્રમમા ભુજ પાવર પટ્ટી વિસ્તાર માંથી, ૪૦૦૦ જેટલા કોગ્રેસી કાર્યકર્તાઓ, ભારતીય જનતા પાર્ટીમાં જોડાયેલ હતા. આ સમાચાર વાયુવેગે સમગ્ર ગુજરાતમાં પહોંચતા જિલ્લા કોગ્રેસ તથા ગુજરાત કોગ્રેસમાં અફતા-તફડી ફેલાઇ હતી. અગાઉ, રતનાલ ગામે ૬૦૦ ભારતીય જનતા પાર્ટીના યુવાનો કોગ્રેસમાં જોડાયા તેવી અફવાએ જોર પકડ્યુ હતું. તેની સામે શ્રી વાસણભાઇ આહીરે ૪૦૦૦ કોગ્રેસીઓને ભાજપમાં જોડી તેઓની બહોળી લોકચાહનાથી લોકોને વાકેફ કર્યા હતા. તેવો દાવો  અખબારી યાદીમાં કરાયો છે. આ આગેવાનોમાં શામજી રાણા આહીર ધ્રંગ, માજી ચેરમેન કચ્છ જિલ્લા કોગ્રેસ સહકાર સેલ,  નારણ કારા ડાંગર ધાણેટી, માવજી દેવા આહીર મોખાણા, માવજી ગોપાલ ડાંગર ઉમેદપર, માવજી નારણ ડાંગર નાડાપા, નારણ રૂપા આહીર ગામઃરતનાલ, ધનાભાઇ રવાભાઇ ધ્રંગ સહીત આગેવાનોનો સમાવેશ યાદીમાં કરાયો છે.

આ બાબતે શું કહે છે કોંગ્રેસ ?

ત્યારે કોંગ્રેસ દ્વારા એક યાદીમાં જણાવાયું હતું કે 4000 કોંગ્રેસી કાર્યકરો ભાજપમાં જોડાયા તે વાત પાયા વિહોણી છે. 4000 નહિ પણ 40 કાર્યકરો પણ ભાજપમાં જોડાયા નથી. કોંગ્રેસે 40 નામો હોદા સાથે જાહેર કરવા ભાજપને પડકાર ફેંક્યો છે. અને જો આવું ભાજપ ના કરે તો આ જૂઠાણાં બદલ ખુલાસો કરે. બાકી અંજાર વિધાનસભામાં ભાજપની હાર નક્કી છે જેના કારણે ભાજપ આવા જૂઠાણાં ફેલાવી જનતાને ગેરમાર્ગે દોરી ચૂંટણી જીતવા હવાતિયાં મારે છે તેવું ધીરજ ગરવાની યાદીમાં જણાવાયું હતું.

 

Get real time updates directly on you device, subscribe now.