ભુજ વિધાનસભા બેઠકના કોંગ્રેસ પાર્ટીના ઉમેદવારનું ભુજ ખાતે મધ્યસ્થ કાર્યાલય ખુલ્લુ મુકાયું

506

ભુજ તા.26:ભુજ વિધાનસભા બેઠકના કોંગ્રેસ પક્ષના ઉમેદવાર શ્રી આદમભાઇ ચાકીનું મધ્યસ્થ કાર્યાલય કચ્છભરમાથી ઉપસ્થિત રહેલા કોંગ્રેસનાં આગેવાનો તથા કાર્યકરોની હાજરીમાં રવિવારે સવારે ભુજ શહેરના પોષ વિસ્તાર હોસ્પિટલરોડ ખાતે આવેલા શાંતિનિકેતન હૉલ ખાતે  જંગી બહુમતિની જીતના આશીર્વાદ સાથે કોંગ્રેસનાં પીઢ નેતા અને પૂર્વ ધારાસભ્ય મહેશભાઇ ઠક્કરે ખ્લ્લુ મૂક્યું હતું. આ પ્રસંગે પૂર્વ ધારાસભ્ય ઠક્કરે કહ્યું  હતું કે કોંગ્રેસ પક્ષે આ ચૂંટણીમાં એક સનિષ્ઠ અને આમ પ્રજા વચ્ચે રહી દરેક સમાજના પ્રશ્નો માટે છેલ્લા ત્રણ દાયકાથી લડત ચલાવતા બિન વિવાદિત અને સ્વચ્છ પ્રતિભા ધરાવતા ઉમેદવાર પ્રજાને આપ્યા છે ત્યારે ભુજ વિધાનસભાની તમામ જ્ઞાતિઓ એકી અવાજે આદમભાઇ ને  જિતાડવા મહેનત કરી રહી છે. આ પ્રસંગે જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ શિવદાસભાઈ પટેલ, જિલ્લા કોંગ્રેસનાં મહામંત્રી અને માધાપરના પૂર્વ સરપંચ અને પાટીદાર અગ્રણી અરજણભાઇ ભૂડિયાએ આદમભાઇ ને જંગી બહુમતિથી જિતાડવા હાકલ કરી હતી.

પ્રદેશ અગ્રણીઓ નવલસિંહ જાડેજા તથા જુમાભાઇ રાયમાએ ગુજરાતમાં કોંગ્રેસની સરકાર બનવા જય રહી છે ત્યારે ભુજ વિધાનસભાના પ્રતિનિધિ તરીકે આદમભાઇ  ચાકી જેવા પ્રજાના પ્રતિનિધિને જંગી બહુમતિથી જિતાડવા અનુરોધ કર્યો હતો. આ પ્રસંગે ભુજ વિધાનસભા બેઠકના કોંગ્રેસનાં ઉમેદવાર આદમભાઇ ચાકીએ ભુજ વિધાનસભા બેઠકમાં સમાવિસ્ટ તમામ જ્ઞાતિઓને સાથે રાખી ભુજ શહેર અને ગ્રામ્ય વિસ્તારને સ્પર્શતા વીજળી, પાણી, રસ્તાઓ, ગટર, સફાઈ,આરોગ્ય,શિક્ષણ,મહેસૂલી અને કિશાનોને લગતા તમામ પ્રસનો ઉકેલવાની ખાતરી આપી હતી. રાજસ્થાનના પૂર્વ મંત્રી હાજી ગફુર અહેમદ સમાએ આદમભાઇ ચાકીને જન પ્રતિનિધિને લાયક ઉમેદવાર ગણાવી તેમણે જંગી બહુમતિથી જિતાડવા અપીલ કરી હતી. ભુજ વિધાનસભાના કોંગ્રેસ પાર્ટીના ભુજ શહેરના મધ્યસ્થ કાર્યાલયના ઉદ્દઘાટન પ્રસંગે કોંગ્રેસ પક્ષના જિલ્લા તેમજ તાલુકા કક્ષાના આગેવાનો તથા કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે કોંગ્રેસની વિધ્યાર્થી પાંખ અને યુવા પાંખના કાર્યકરોએ કોંગ્રેસ જિંદાબાદ,કોંગ્રેસ આવે છે…આદમભાઇ આવે છે ના નારા સાથે હોસ્પિટલ રોડ ગજવી દીધો હતો. તેવું રમેશ ગરવાની યાદીમાં જણાવાયું હતું.

Get real time updates directly on you device, subscribe now.