કચ્છ દેશદેવી માં આશાપુરાના ચરણોમાં માથું ટેકવતાં મુખ્યમંત્રી વિજય રૂપાણી

223

ભુજ, ગુરૂવાર : કચ્છની સરહદે જવાનો સાથે દિવાળીના સપરમાં પર્વની ઉજવણી કરવા એક દિવસના કચ્છના પ્રવાસે આવેલા રાજયના મુખ્યસમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ તેમના પ્રવાસનો શુભારંભ માં આશાપુરાધામ માતાના મઢ ખાતે માં ના ચરણોમાં માથું ટેકવી કર્યો હતો. તેમણે ગુજરાતની શાંતિ, સમૃધ્ધિણ અને સલામતી માટે માં ની પૂજા અર્ચનાવિધિ કરતાં માં ની આરતીનો સપરિવાર લ્હામવો લીધો હતો. બાદ તેમણે મંદિર પરિસરની મુલાકાત લીધી હતી.

પ્રારંભમાં મુખ્યપમંત્રી વિજય રૂપાણીનું શાલ, ફૂલમાળા, મોમેન્ટોન આપી સ્વાલગત જાગીર અધ્યક્ષ યોગેન્દ્રીસિંહ રાજા બાવાએ કર્યુ હતું. ટ્રસ્ટીધગણ મંગલજીભાઇ, પ્રવિણસિંહભાઇ, ખેંગારજીભાઇ, કચ્છ્ સાંસદ વિનોદભાઇ ચાવડા, જિલ્લા પંચાયત પ્રમુખ કૌશલ્‍યાબેન માધાપરિયા, ભુજ ધારાસભ્ય‍ ડો.નીમાબેન આચાર્ય, ગાંધીધામ ધારાસભ્ય રમેશભાઇ મહેશ્વરી, રાપર ધારાસભ્ય પંકજભાઇ મહેતા, પૂર્વ ધારાસભ્યો જયંતિભાઇ ભાનુશાળી, છબીલભાઇ પટેલ, જિલ્લા્ કલેકટર સુશ્રી રેમ્યાો મોહન, પશ્ચિરમ કચ્છ એસ.પી. એમ.એસ.ભરાડા, નલીયા પ્રાંતશ્રી ઝાલા, સરપંચ, અગ્રણીશ્રી સુરેન્દ્ર સિંહ જાડેજા, રમેશભાઇ જોશી, રાજુભાઇ સરદાર તથા ગ્રામજનો ઉપસ્થિયત રહયા હતા.

Get real time updates directly on you device, subscribe now.