આમ આદમી પાર્ટી કચ્છની ત્રણ સહિત ગુજરાતની 150 સીટો પર વિધાનસભા ચુંટણીમાં જંપ લાવશે : કાલે જાહેરાતની શકયતા

622

ભુજ : ગુજરાત વિધાનસભા ઇલેક્શનની તારીખો 24/25 તારીખ આસપાસ જાહેર થાય તેવી ચર્ચા રાજકીય આલમમાં થઈ રહી છે. આગામિ ગુજરાત વિધાનસભા ચુંટણી જંગમા લડવા માટે તમામ રાજકીય પક્ષોએ કમર કસી છે. આ ઇલેક્શનમાં પોતાની તકદીર આજમાવા આમ આદમી પાર્ટીએ તૈયારી કરી લીધી છે. આ દરમ્યાન આવતીકાલે ભાઇબીજના દિવસે આમ આદમી પાર્ટી મોટી જાહેરાત કરે તેવુ રાજકીય સૂત્રોમાંથી જાણવા મળ્યું છે.

સૂત્રોમાંથી મળતી વિગતો અનુસાર આમ આદમી પાર્ટી આવતીકાલે ભાઈબીજના દિવસે મોટી જાહેરાત કરશે. ગુજરાત વિધાનસભા ચુંટણીમાં આમ આદમી પાર્ટીએ 150 સીટો પર લડવા કમર કસી છે. જેમા કચ્છની પણ ત્રણ ભુજ, અંજાર અને ગાંધીધામ સીટોનો સમાવેશ થઈ શકે છે. આમ આદમી પાર્ટી ગુજરાતના પ્રભારી દિલ્હી સરકારના મંત્રી ગોપાલ રાય આવતીકાલ પ્રેસ કોન્ફરન્સ કરી આ બાબતે જાહેરાત કરે તેવી શકયતા સૂત્રો માથી જાણવા મળી છે. સાથે સાથે આમ આદમી પાર્ટી ના ઉમેદવારોની પ્રથમ યાદી રૂપે 21 થી 25 નામ જાહેર થાય તેવી શકયતા છે. આવતીકાલે આમ આદમી પાર્ટીની આ મોટી જાહેરાત કરી ગુજરાત વિધાનસભા ચુંટણીની તૈયારીના ભાગ રૂપે પક્ષની ગતિવિધિ તેજ કરશે તેવું સૂત્રો જણાવી રહયા છે.

Get real time updates directly on you device, subscribe now.